Gandhinagar Vidhansabha: સામાન્ય જનતાને દંડતી સરકારનાં ઉદ્યોગો માટે થાબડભાણા, 6002 એકમોનું 1186 કરોડનું વીજબિલ બાકી

|

Mar 18, 2021 | 4:20 PM

Gandhinagar Vidhansabha: વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પર નજર કરીએ તો, રાજ્યના 6 હજાર ઔધોગીક એકમોએ વીજ બિલ ચૂકવ્યું જ નથી અને આવા બાકી વિજ બીલની વસૂલાતનો આંક 1,186 કરોડને પાર પહોંચ્યો છે.

Gandhinagar Vidhansabha: સામાન્ય નાગરિકો જો વીજ બિલ ન ભરે તો વીજ કંપની જોડાણ જ કાપી નાખે. પરંતુ આ કાયદો કદાચ ઉદ્યોગો માટે લાગુ નથી પડતો. ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે કરેલી કબૂલાત પરથી સ્પષ્ટ થાય છે કે ઉદ્યોગો પાસેથી વીજ બિલની ઉઘરાણી કરવામાં પાછી પાની કરવામાં આવી રહી છે. વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પર નજર કરીએ તો, રાજ્યના 6 હજાર ઔધોગીક એકમોએ વીજ બિલ ચૂકવ્યું જ નથી અને આવા બાકી વિજ બીલની વસૂલાતનો આંક 1,186 કરોડને પાર પહોંચ્યો છે. શહેર મુજબ ઔધોગીક એકમોની જો વાત કરીએ તો, અમદાવાદના 297 એકમો પાસેથી 3,269 લાખ વસૂલવાના બાકી છે.જ્યારે સુરતના 1,081 એકમો પાસેથી 8,208 લાખ વસૂલવાના બાકી તો રાજકોટના 580 એકમો પાસેથી 5,233 લાખ વસૂલવાના બાકી અને વડોદરાના 292 એકમો પાસેથી 8,976 વસૂલવાના બાકી આમ આ તમામ ઔધોગીક એકમો પાસેથી વીજ બિલની વસૂલાતમાં કેમ ઢીલાશ વર્તાઇ રહી છે તે એક સવાલ છે

 

.

Next Video