
હવે તો સરકારી ગોડાઉનમાં પણ સરકારી માલસામાન સુરક્ષિત નથી. કેમ કે ગાંધીનગરમાં પાઠ્ય પુસ્તક મંડળના ગોડાઉનમાંથી 42 લાખ રૂપિયાના પુસ્તકો ગાયબ થઈ ગયા છે. જો કે આ પુસ્તકોની ઘટ છે કે પછી ચોરી થઈ છે તેની સ્પષ્ટતા થઈ નથી. પરંતુ આ સમગ્ર બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગત 8 નવેમ્બરે 42 લાખ રૂપિયાના પુસ્તકો ગાયબ થયા હતા. પરંતુ તેની અરજી એક મહિના બાદ કરવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ અરજી મુજબ ત્રણ અધિકારીઓ શંકાના ઘેરામાં છે, એટલે હવે આ પુસ્તકોની ઘટ છે કે પછી પુસ્તકોની ચોરી તે તપાસ બાદ જ સામે આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 5:33 am, Wed, 11 December 19