ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ પહોંચ્યો ભાજપને દ્વાર, એસ.પી.સ્વામીએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કરી રજૂઆત

|

Dec 21, 2020 | 8:02 PM

ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ હવે ભાજપના દરબારમાં પહોંચ્યો છે. આચાર્ય પક્ષના અગ્રણી સંત એસ.પી સ્વામીએ આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મુલાકાત કરી અને ગઢડા મંદિરના વિવાદથી અવગત કર્યા.

ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ પહોંચ્યો ભાજપને દ્વાર, એસ.પી.સ્વામીએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કરી રજૂઆત
SP Swami - Gadhada

Follow us on

ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ હવે ભાજપના દરબારમાં પહોંચ્યો છે. આચાર્ય પક્ષના અગ્રણી સંત એસ.પી સ્વામીએ આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મુલાકાત કરી અને ગઢડા મંદિરના વિવાદથી સી.આર.પાટીલને અવગત કર્યા. આ મુલાકાત દરમિયાન એસ.પી સ્વામીએ પાટીલને ફરિયાદ કરી હતી કે ડીવાયએસપી નકુમે પોતાની સત્તા બહાર જઇને કાર્યવાહી કરી હતી. સાથે જ તેઓએ દેવપક્ષને છાવરવાનો પણ નકુમ પર આરોપ લગાવ્યો. ડીવાયએસપી નકુમ વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરીને સમગ્ર વિવાદનો અંત લાવવા એસ.પી સ્વામીએ પાટીલ સમક્ષ રજૂઆત કરી હતી. થોડા દિવસ અગાઉ આચાર્ય પક્ષ અને દેવપક્ષ વચ્ચે ચેરમેનની નિમણૂકને લઇને વિવાદ સર્જાયો હતો. આજની મુલાકાત બાદ એસ.પી સ્વામીએ દાવો કર્યો છે કે સી.આર.પાટીલે નકુમ વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહીની હૈયાધારણા આપી છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

આ પણ વાંચો: લદ્દાખના ચાંગથાંગ વિસ્તારમાં ચાઈનાના સૈનિકો સાદા ડ્રેસમાં ઘુસતા સ્થાનિકએ ભગાડ્યા

Next Article