Gandhinagar : રાજ્યમાં નુક્સાનની પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા મહેસૂલ મંત્રી

|

May 19, 2021 | 3:26 PM

Gandhinagar : તાઉ તે વાવાઝોડાને લઈને ગુજરાતમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશ વેર્યો છે. સૌથી વધુ ખેડૂતોને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે, ખેતીવાડીમાં અક્ષ્રર 1200 કરોડનું નુકસાન થયું છે.

Gandhinagar : તાઉ તે વાવાઝોડાને લઈને ગુજરાતમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશ વેર્યો છે. સૌથી વધુ ખેડૂતોને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે, ખેતીવાડીમાં અક્ષ્રર 1200 કરોડનું નુકસાન થયું છે.

તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બાજરી, ડાંગર, મગફળી સહિતના પાકને નુકસાન થયું છે તો બીજી તરફ નાળિયેરી, કેળા, કેરી જેવા બાગાયતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. મગ, મકાઈ અને તલના પાકને નુકસાન પહોંચ્યું છે. ઇઝરાયેલ ખારેકને પણ નુકસાન પહોંચ્યું છે.

આ બાદ મહેસુલ મંત્રી કૌશિક પટેલે કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. રાજ્યમાં આવેલા તાઉ તે વાવાઝોડા બાદ રાજ્યમાં થયેલા નુકશાન અંગેની રિવ્યુ બેઠક કરી હતી.આ બેઠકમાં વન વિભાગ – R&B વિભાગ સહિત મહેસૂલ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. તો સાથે જ NDRFના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બાદ અસરગ્રસ્ત જિલ્લાના જીલ્લા કલેક્ટર સાથે આજે જ વાતચીત કરવામાં આવશે. આ બાદ સર્વે આજથી જ શરૂ કરવા માટે સુચના અપાશે મોતના આંકડા બાબતે કૌશિક પટેલે બોલવાનું ટાળ્યું હતું.

CM રૂપાણીએ ખેતી નુકસાન વિશે વાત કરતા કહ્યું કે, ઉનાળુ પાકને અસર થઇ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઇ છે જ્યાં પશુઓના મોત થયા છે, તેમને સહાયતા તથા ઘરવખરી આપવામાં આવશે. CM રૂપાણીએ નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે તથા માછીમારો અને ખેડૂત સહિત તમામને સહાય ચૂકવવામાં આવશે તેવું પણ જણાવ્યું.

Next Video