GANDHINAGAR : આવતીકાલથી મહારસીકરણ અભિયાન, 45 વર્ષથી વધુ વયના તમામને રસી મળશે

|

Mar 31, 2021 | 7:28 PM

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના મહામારી સામેનો જંગ જીતવા આવતીકાલથી મહા રસીકરણ અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે. 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને આવતીકાલથી કોરોનાની રસી મળશે.

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના મહામારી સામેનો જંગ જીતવા આવતીકાલથી મહા રસીકરણ અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે. 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને આવતીકાલથી કોરોનાની રસી મળશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને મોટી સંખ્યામાં કોરોના રસી મુકાવવા આગ્રહ કર્યો. મુખ્યપ્રધાને સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, NGO, રાજકીય પક્ષોને રસીકરણ માટે આગળ આવવા અપીલ કરી. દેશમાં રસીકરણ મુદ્દે ગુજરાત અગ્રેસર છે. રાજ્યમાં 55 લાખથી વધુ લોકોને કોરોના રસી અપાઈ ચુકી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને રસીકરણની સાથે જ માસ્ક પહેરવા પણ આગ્રહ કર્યો છે.

 

મુખ્યપ્રધાને આ નિમિતે જણાવ્યું કે કોરોના રસી લઇને પરિવારને સ્વસ્થ રાખીએ, ગુજરાત કોરોના વેક્સિનેશન અભિયાનમાં અગ્રેસર હોવાનું પણ મુખ્યપ્રધાને ઉમેર્યું છે. ભારતમાં આશરે 6 કરોડ લોકોએ વેક્સિન લીધી હોવાનું સીએમએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં 6000 કોરોના રસીકરણ કેન્દ્રો પર 1 લાખ 50 હજારથી વધારે આરોગ્ય કર્મચારીઓ આ અભિયાનમાં જોડાયેલા છે. 31 માર્ચ સુધીમાં ગુજરાતમાં 55 લાખ લોકોને સુરક્ષિત રીતે કોરોનાના ડોઝ આપ્યા હોવાનો પણ સીએમએ ઉલ્લેખ કર્યો છે. આવતીકાલે રાજયના 2500 કેન્દ્રો પર કોરોના વેક્સિનેશન આપવામાં આવશે. ત્યારે ગુજરાતના લોકોને વેક્સિન લેવા મુખ્યપ્રધાન સીએમ રૂપાણીએ આગ્રહ કર્યો છે.

Published On - 7:22 pm, Wed, 31 March 21

Next Video