
કહેવત છે ને દીવા તળે અંધારુ. હવે જે રાજ્યની વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી જીવાત નીકળતી હોય, તે રાજ્યમાં સામાન્ય પ્રજાના આરોગ્યની વાત કરવી પણ વ્યર્થ છે. જે કેન્ટીનમાં ઉચ્ચ અધિકારીઓ, રાજ્યના કાયદા ઘડનારાઓ જમતા હોય, તે કેન્ટીનના ભોજનમાંથી જીવડું નીકળે, તો પછી ફૂડ વિભાગ પાસે બીજી તો શું આશા રાખી શકાય. અમે વાત કરી રહ્યા છીએ, આપણી વિધાનસભાના કેન્ટીનની. આપણી વિધાનસભાની કેન્ટીનનું ભોજન પણ શુદ્ધ નથી. કેન્ટીનમાંથી પીરસાયેલી દાળમાંથી જીવડું નીકળે છે.
ભાતમાંથી મચ્છર અને કીડીઓ મળી આવે છે. જે ચોકડીમાં વાસણ ધોવાના હોય ત્યાં રંધાયેલા ભાત રાખવામાં આવે છે. અને આવું જ ભોજન, સરકારી બાબુઓ અને ધારાસભ્ય સહિતના મોટા માથાઓ જમે છે. કેન્ટીનના કોન્ટ્રાક્ટરના મેનેજરે પણ જીવડું નીકળ્યું હોવાનો સ્વીકાર કર્યો છે. જો વિધાનસભાની કેન્ટીનના VIP લોન્જની આવી હાલત હોય તો પછી સામાન્ય માણસે તો આવી સ્થિતિમાં હંમેશા સમાધાનનું વલણ જ અપનાવવું પડશે ને? .
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો