Gandhinagar : વાવાઝોડાને લઈને 5 લાખ હેકટરમાં પાકનું નુકસાન, ખેડૂતો ચિંતિત

|

May 19, 2021 | 11:46 AM

તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશ વેર્યો છે. સૌથી વધુ ખેડૂતોને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે, તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Gandhinagar  : તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશ વેર્યો છે. સૌથી વધુ ખેડૂતોને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે, તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બાજરી, ડાંગર, મગફળી સહિતના પાકને નુકસાન થયું છે તો બીજી તરફ નાળિયેરી, કેળા, કેરી જેવા બાગાયતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. મગ, મકાઈ અને તલના પાકને નુકસાન પહોંચ્યું છે. ઇઝરાયેલ ખારેકને પણ નુકસાન પહોંચ્યું છે.

જેમાં ગીર-સોમનાથ અને ભાવનગરમાં કેળાંના પાકને નુક્સાન થયું છે. અંદાજીત દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં જ ગુજરાતમાં આવેલા બગીચા પૈકી 50 ટકા બગીચા છે જેમાં 80 ટકાથી વધારે નુકસાન હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. આણંદ જિલ્લામાં ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે. કચ્છના અંદાજીત 19 હજાર હેક્ટરમાં ખારેકની ખેતીને નુકસાન થયું છે. ડ્રેગન ફ્રુટ, જાંબુની ખેતીને પણ નુકસાન થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરી અને કેરીના બાગને નુકસાન થયું છે.

CM રૂપાણીએ ખેતી નુકસાન વિશે વાત કરતા કહ્યું કે, ઉનાળુ પાકને અસર થઇ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઇ છે જ્યાં પશુઓના મોત થયા છે, તેમને સહાયતા તથા ઘરવખરી આપવામાં આવશે. CM રૂપાણીએ નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે તથા માછીમારો અને ખેડૂત સહિત તમામને સહાય ચૂકવવામાં આવશે તેવું પણ જણાવ્યું.

Next Video