GANDHINAGAR : CMની જાહેરાત, કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની સહાય અપાશે

|

May 19, 2021 | 7:49 PM

GANDHINAGAR : રાજય સરકારે વાવાઝોડામાં મૃતકોના પરિવારજનો માટે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છેકે આ સહાય ભારત સરકારે જાહેર કરેલી 2 લાખની સહાય ઉપરાંત અપાશે.

GANDHINAGAR : રાજય સરકારે વાવાઝોડામાં મૃતકોના પરિવારજનો માટે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છેકે આ સહાય ભારત સરકારે જાહેર કરેલી 2 લાખની સહાય ઉપરાંત અપાશે.આમ રાજ્યમાં વાવાઝોડાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના વારસદારોને કુલ 6 લાખની સહાય મળશે.

મુખ્યમંત્રી રૂપાણીએ એવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે આ તાઉ તે વાવાઝોડામાં ઇજા પામેલા લોકોને રાજ્ય સરકાર 50 હજારની સહાય આપશે.આ સહાય પણ પ્રધાન મંત્રીએ જાહેર કરેલી સહાય ઉપરાંત રાજ્ય સરકાર આપશે. એટલે કે આ વાવાઝોડાથી જેમને ઇજા થઇ છે તેવા ઇજાગ્રસ્તોને કુલ 1 લાખ ની સહાય અપાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં તાઉ તે વાવાઝોડાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની વિશદ ચર્ચા વિચારણા થઇ હતી. તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસન અને પૂર્વવત્ સ્થિતિ પ્રસ્થાપિત કરવા માર્ગ-મકાન-ઊર્જા સહિતના વિભાગોના સચિવોને આ અંગે તાકીદ કરવામાં આવી હતી.

આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકિમ,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ,મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

 

Published On - 7:27 pm, Wed, 19 May 21

Next Video