ગુનાઓનું ગઢ ગાંધીનગર! 3 વર્ષની બાળકીની હત્યાથી સન્નાટો, બળાત્કાર ગુજારનાર 26 વર્ષીય હેવાનની ધરપકડ

ગાંધીનગરના સાંતેજમાં 5 નવેમ્બરે 3 વર્ષની બાળકીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કરી બાળકીની હત્યા કરી નાખી હતી. આ કેસમાં બળાત્કાર ગુજારનાર નરાધમની ધરપકડ કરાઈ છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Nov 08, 2021 | 12:51 PM

Gandhinagar:  સાંતેજમાં (Santej) શ્રમજીવી પરિવારની 3 વર્ષની બાળકીની હત્યાનો (Murder Case) મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં નરાધમે માત્ર 3 વર્ષની બાળકી પર બલાત્કાર (Rape Case) ગુજાર્યો હતો. બળાત્કાર ગુજનાર 26 વર્ષીય નરાધમ યુવકની લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. આ હેવાને બાળકીનું અપહરણ કર્યું હતું. બાળકીની લાશ ખાતરેજ ચોકડી પાસેથી મળી આવી હતી. 26 વર્ષીય સાઇકોકિલરની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી દીધી છે. તો આજે પીએમ રિપોર્ટમાં સામે આવશે કે બાળકી સાથે દુષ્કર્મ થયું છે કે કેમ ? તો બીજી તરફ 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર ઘટનામાં આરોપી હજી ફરાર છે.

ગાંધીનગરના સાંતેજમાં શ્રમજીવી પરિવારની 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલે એક સાઈકોકિલરની ધરપકડ કરી લેવામાં આવી છે. લોકલ ક્રાઈમ બ્રાંચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે આરોપીને ઝડપી લીધો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, મૂળ દાહોદનો પરિવાર મજૂરી કામ અર્થે ખાત્રજમાં રહે છે. 5મી નવેમ્બરે નવા વર્ષનાં દિવસે પરિવાર ઘરે હાજર હતો. રાત્રીના નવ વાગ્યાની આસપાસ પરિવારના તમામ સભ્યો ઉંઘી ગયા હતા. જો કે, દરવાજો ખુલ્લો જ રહી ગયો હતો. રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં દીકરીનાં માતા જાગી ગયા હતા અને બન્ને સંતાનોએ ઓઢેલી ગોદડીઓ સરખી કરવા લાગ્યાં હતાં. પરંતુ ખાટલામાંથી દીકરી ગાયબ હતી. જેથી પરિવારે દીકરીની શોધખોળ આદરી હતી, પરંતુ દીકરીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે શોધખોળ કરતાં બાળકીનો મૃતદેહ સાંતેજ ચોકડીથી ભોંયણ તરફ જતા રોડ નજીક ગરનાળાની અવાવરુ જગ્યાએથી મળી આવ્યો હતો. મૃતદેહની મેડિકલ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દીધી છે.

જણાવી દઈએ કે ગાંધીનગરના સાંતેજમાં છેલ્લા 2 દિવસમાં બે ગંભીર ગુનાઓ સામે આવ્યા છે. 4 નવેમ્બરે સાંતેજમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આ ઘટનાના બીજા દિવસે 5 નવેમ્બરે વધુ એક બાળકીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કરી બાળકીની હત્યા કરી નાખી હતી. છેલ્લા 2 દિવસમાં બનેલી આ બે ઘટનામાં એકના આરોપીઓ હજુ સુધી ફરાર છે. સતત ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસની કામગીરીને લઈને પણ સવાલ ઉભા થાય છે.

 

આ પણ વાંચો: Rajkot: સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપીને આચર્યું દુષ્કર્મ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નરાધમને દબોચી પાડ્યો

આ પણ વાંચો: આજથી સરકારી કર્મચારીઓને કોરોનાકાળમાં અપાયેલી વિશેષ છૂટ પરત ખેંચી લેવાઈ,જાણો શું કરાયો ફેરફાર

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati