Gandhinagar: ભાજપની નવી પાર્લામેન્ટ્રી બોર્ડની ટિમ જાહેર, જીતુ વાઘાણીની થઈ બાદબાકી

|

Jan 21, 2021 | 4:24 PM

C R Patilના પ્રદેશ પ્રમુખ બન્યા પછી પ્રથમવાર આજે પાર્લામેન્ટ્રી ઓર્ડની નવી બોડી જાહેર થઈ. પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીની આ ટીમમાંથી બાદબાકી થઈ છે.

C R Patilના પ્રદેશ પ્રમુખ બન્યા પછી પ્રથમવાર આજે પાર્લામેન્ટ્રી ઓર્ડની નવી બોડી જાહેર થઈ  છે. નવી પાર્લામેન્ટ્રી બોડીમાં પ્રદેશ પ્રમુખ સી. આર પાટિલ, CM વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, કેન્દ્રિય કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા, ગુજરાતના કૃષિ પ્રધાન આર સી ફળદુ  સહિત 13  આગેવાનોને આ નવા બોર્ડના સભ્યોની ટિમ જાહેર થઈ છે. જેમાં તમામ સમાજ અને વર્ગને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે.

C R Patil

આ અગાઉ 2017માં પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત કરાઇ હતી જેમાં આનંદી બેન પટેલ પણ બોર્ડના સભ્ય હતા. હાલની બોડીમાંથી 60% ચહેરાઓ બદલાશે તેવા સમાચાર આવી રહ્યા હતા. ચુંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે મહત્વની ભૂમિકાઓ નક્કી કરવા માટે આ બોર્ડનું ગઠન કરવમાં આવે છે. માનવામાં આવે છે નજીકમાં જ આવતી સ્થાનિક સ્વરાજની ચુંટણીઓને લઈને નવી ટીમમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે.

જૂના પાર્લામેન્ટરી બોર્ડમાં કોણ કોણ પડતા મૂકાય
ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિહ પરમાર, રાજ્યસભાના પૂર્વ સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા, પૂર્વ વન પ્રધાન મંગુભાઈ પટેલ,

Published On - 4:21 pm, Thu, 21 January 21

Next Video