Gandhinagar : ડાંગરની ખેતી માટે કડાણા-નર્મદામાંથી 6 હજાર ક્યુસેક પાણી અપાશે : નીતિન પટેલ

|

Aug 05, 2021 | 7:20 PM

ખેડા, આણંદ, અમદાવાદના 1.60 લાખ હેકટરમાં ખેતી કરતા ખેડૂતોને મદદ કરવા માટે ડાંગરની ખેતી માટે, સિંચાઈ વિભાગ 3 હજાર ક્યુસેક કડાણા અને નર્મદા કેનાલમાંથી 3 હજાર ક્યુસેક પાણી કડાણામાં છોડીને કુલ છ હજાર ક્યુસેક પાણી બે દિવસ બાદ જમણા કાંઠે આપવામાં આવશે.

Gandhinagar : ડાંગરની ખેતી માટે કડાણા-નર્મદામાંથી 6 હજાર ક્યુસેક પાણી અપાશે : નીતિન પટેલ
Gujarat DyCM Nitin Patel

Follow us on

Gandhinagar : પીવાનુ પાણી અનામત રાખીને વધુ પાણી હોય અને ખેડૂતોને જરૂર હોય તો સિંચાઈ માટે આપીએ છીએ, છેલ્લા 8-9 વર્ષમાં એવી સ્થિતિ નથી. સર્જાઈ કે રાજ્યના તમામ ડેમમાં પાણીની અછત હોય. ખેડૂતોએ ડાંગરનું વાવેતર કરવા પાણીની માંગણી કરી છે એ માંગણી સંતોષવા માટે કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ, સંસદસભ્ય મિતેષભાઈ તેમજ ધારાસભ્યોએ પણ સરકારને રજૂઆત કરી છે.

મુખ્ય પ્રધાન સમક્ષ કડાણામાંથી પાણી છોડવાની માંગ કરી છે. પણ કડાણામાં પાણી એટલુ નથી કે જમણાકાઠે પાણી છોડી શકાય. નર્મદામાંથી કડાણાની નહેરમાં પાણી આપીને આગળ વધે. ખેડા, આણંદ, અમદાવાદના 1.60 લાખ હેકટરમાં ખેતી કરતા ખેડૂતોને મદદ કરવા માટે ડાંગરની ખેતી માટે, સિંચાઈ વિભાગ 3 હજાર ક્યુસેક કડાણા અને નર્મદા કેનાલમાંથી 3 હજાર ક્યુસેક પાણી કડાણામાં છોડીને કુલ છ હજાર ક્યુસેક પાણી બે દિવસ બાદ જમણા કાંઠે આપવામાં આવશે. ડાબા કાઠાના લોકોને પણ પાણી પંદર દિવસ માટે અપાશે.

ડોકટરની હડતાળ અયોગ્ય : નીતિન પટેલ
ગુજરાતમાં તબીબોની હડતાળ બાબતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યુ કે, સરકારી ખર્ચે અને સરકારી સ્ટાઈપેન્ડ મેળવીને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ હોય. જેમ બોન્ડ આપવામાં આવે છે તે રીતે પીજીના વિદ્યાર્થીઓને પણ એક વર્ષ સેવા આપવાની અને સેવા ના આપવી હોય તો 40 લાખ ભરવા એ વર્ષોથી ચાલે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોરોના પીક ઉપર હતો ત્યારે જેમણે એક વર્ષ સેવા બજાવવાની હતી ત્યારે કોવિડ હોસ્પિટલમાં સારવારની જરૂર હતી ત્યારે અમે તેમને સેવા સોપી હતી. કોરોનાની સારવાર ગંભીર પ્રકારની હતી. એટલે સરકારે ઉદારતાથી નિર્ણય કર્યો હતો કે, કોવિડ વોર્ડમાં સેવા આપનારા તબીબોને એટલી જ સેવા બોન્ડમાંથી મજરે આપવાની જાહેરાત કરી હતી.

એક વર્ષ સેવા આપવાનો બોન્ડ હોય અને તેવા તબીબોએ છ મહિના કોવિડ વોર્ડમાં સેવા આપી હોય તો તેમણે વધુ સેવા કરવાની જરૂર નહોતી. 31-7 સુધી આ નિયમ અમલમાં હતો. હવો કોરોનાના કેસ ઘટી ગયા છે. ગઈકાલે માત્ર 15 જ કેસ હતા. હોસ્પિટલમાં હેડ ખાલી છે. હવે કોઈ દર્દી આવે તો રોજબરોજના તબીબો સારવાર કરી રહ્યા છે.

આથી આવા તબીબોને કોવીડ વોર્ડમાં સારવાર આપવાની જરૂર નથી. આથી 1 ઓગસ્ટથી પી જીની પરિક્ષાાં પાસ થયા હોય તેમણે એક વર્ષ બોન્ડ મુજબ સરકાર જ્યા ફરજ સોપે ત્યા ફરજ બજાવવાની રહેશે.

સરકારના સ્ટાઈપેન્ડમાંથી સરકારી કવોટામાં પીજી કરે તેમણે સરકાર જ્યા સોપે ત્યા ફરજ બજાવવાની છે. આ ઓર્ડર કર્યા છે કે કાયદેસરના છે. અને તેમણે પહેલી ઓગસ્ટથી સરકારના નીતિ નિયમ મુજબ સેવા કરવી પડશે. તેમની હડતાળ યોગ્ય નથી. સરકારી તબીબ તરીકે ગ્રામ્ય વિસ્તારમાં એક વર્ષ સુધી સેવા કરવી પડશે. એક વર્ષ પછી તેઓ મુ્કત થશે.

Published On - 7:10 pm, Thu, 5 August 21

Next Article