Surat: ફ્રાન્સના પર્યાવરણ પ્રધાને કરી મુલાકાત, સુરતમાં પર્યાવરણલક્ષી કામગીરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી

|

Feb 02, 2021 | 8:49 AM

ફ્રાન્સનાં પર્યાવરણ મહિલા પ્રધાન બાર્બરા પોમપિલી પોતાના 15 પ્રતિનિધિઓ સાથે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પાલીકાની મુખ્ય કચેરીનેની મુલાકાત લીધી હતી, જ્યાં મહિલાઓની પિંક રીક્ષા જોઈ તેઓ ખૂબ જ પ્રભાવિત થયા.

ફ્રાન્સનાં પર્યાવરણ મહિલા પ્રધાન બાર્બરા પોમપિલી પોતાના 15 પ્રતિનિધિઓ સાથે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પાલીકાની મુખ્ય કચેરીનેની મુલાકાત લીધી હતી, જ્યાં મહિલાઓની પિંક રીક્ષા જોઈ તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. સાથે જ અડાજણ ખાતે આવેલા આઈ.ટી.એમ.એસ ની મુલાકાત લીધી હતી. સુરતમાં પ્રખ્યાત બાયોડાઈવર્સિટીની મુલાકાતથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે શહેરના કિલ્લાની પણ મુલાકાત લીધી હતી. પાલિકા કમિશનર બંછા નિધી પાની અને અધિકારીઓએ તેમને પાલિકાના વિવિધ પ્રોજેક્ટો અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પ્રેઝન્ટેશથી પર્યાવરણ પ્રધાન અને તેમના પ્રતિનિધિ મંડળ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને સુરત સાથે પર્યાવરણ લક્ષી કાર્ય કરવાની ઇચ્છા જાહેર કરી હતી.

Published On - 8:46 am, Tue, 2 February 21

Next Video