પોળો ફોરેસ્ટની અંદર નહીં લઇ જઈ શકાય ફોર વ્હીલર, ટૂ વ્હીલરને અપાઈ છૂટ

પોળોના જંગલમાં (Polo Forest) પ્રવાસીઓની સુવિધા વધારવા અને જંગલ વિસ્તારને પ્રદુષણ મુક્ત રાખવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.

પોળો ફોરેસ્ટની અંદર નહીં લઇ જઈ શકાય ફોર વ્હીલર, ટૂ વ્હીલરને અપાઈ છૂટ
પોળો ફોરેસ્ટ
| Edited By: | Updated on: Feb 02, 2021 | 11:35 AM

આભાપુરના જંગલો એટલે Polo Forest પર્યટકોનું ફેવરીટ સ્થળ છે. એક દિવસીય પ્રવાસ માટે ઘણા સહેલાણીઓ પોળોમાં જતા હોય છે. વિકેન્ડના દિવસે ત્યાં માનવ મહેરામણ જોવા મળતું હોય છે.

પોળોના જંગલમાં પ્રવાસીઓની સુવિધા વધારવા અને જંગલ વિસ્તારને પ્રદુષણ મુક્ત રાખવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંગે જીલ્લા કલેકટરે હુકમ કર્યો છે કે તૂ વ્હીલર સિવાયના તમામ વાહનોને નાકની બહાર પાર્ક કરાવવા. પાર્કિંગની વ્યવસ્તા આભાપુરના રહેવાસી શિષ્ય ભરતગીરી ગુરુઆત્માનંદગીરીના માલિકીની બેનખેતી પ્લોટ પર કરવાનું કહ્યું છે.

પોળો ફોરેસ્ટ

પોળોમાં શરણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વાડજ ડેમ તરફ જવાય છે. ત્યાંથી આગળ જતા વિજયનગર તરફ જવાનો મુખ્ય રસ્તો મળે છે. આ રસ્તા પર ફોર વ્હીલર અને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાંનો અમલ 12 માર્ચ સુધી થશે.