Breaking News: અમદાવાદ સિવિલમાંથી પૂર્વ CM વિજય રૂપાણીનો મૃતદેહ પરિવારને સોંપાયો

અમદાવાદ સિવિલમાંથી વિજય રૂપાણીનો મૃતદેહ પરિવારને સોંપાયો છે. તે બાદ અમદાવાદથી થોડીવારમાં રાજકોટ પહોંચશે વિજય રૂપાણીનો પાર્થિવદેહ.

Breaking News: અમદાવાદ સિવિલમાંથી પૂર્વ CM વિજય રૂપાણીનો મૃતદેહ પરિવારને સોંપાયો
vijay rupani body handed over to family
| Updated on: Jun 16, 2025 | 12:39 PM

અમદાવાદ સિવિલમાંથી વિજય રૂપાણીનો મૃતદેહ પરિવારને સોંપાયો છે. તે બાદ અમદાવાદથી થોડીવારમાં વિજય રૂપાણીનો પાર્થિવદેહ રાજકોટ પહોંચશે . મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલ માંથી અમદાવાદ એરપોર્ટ પર પાર્થિવદેહ લઈ જવાશે. તેમજ રાજકોટમાં વિજય રુપાણી ના અંતિમ દર્શન થશે.

રુપાણીનો પાર્થિવ દેહ તેમના પરિવારને સોંપાયો

12 જૂને થયેલ પ્લેન ક્રેશની ઘટનામાં તેમાં સવાર 241 મુસાફરોએ તેમનો જીવ ગુમાવ્યો છે તેમા ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણી પણ હતા. રુપાણી પ્લેનમાં બેસી પોતાની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદના મેઘાણીનગરમાં જ પ્લેન ક્રેશ થઈ જતા તેમાં બેઠેમાં 241 લોકોના દેહ બળીને ભળથૂ થઈ ગયા છે. ત્યારે 3 દિવસની ભારે જહેમત બાદ આખરે ગઈકાલે વિજય રુપાણીને DNA મેચ થયા હતા તે અંગે હર્ષ સંઘવીએ મીડિયાને જાણકારી આપી હતી. ત્યારે હવે આપે રુપાણીનો પાર્થિવ દેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે.

પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ લઈ જવાશે

વર્તમાન CM ભૂપેન્દ્ર પટેલ સહિત ઋષિકેશ પટેલ અને અન્ય ધારાસભ્યોએ ફૂલહાર અર્પણ કરી અંતિમ દર્શન કર્યા છે આ સાથે અધિકારીઓએ પણ અંતિમ દર્શન કર્યા હતા. અહીં અંતિમ દર્શન બાદ પોલીસ દ્વારા ખાસ કોરિડોર બનાવી પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ લઈ જવાશે.

પાર્થિવ દેહ સાથે પરિવાર રાજકોટ જવા રવાના થયો છે. એરપોર્ટ સુધીના માર્ગ પર લોકોએ પુષ્પાંજલિ આપી રહ્યા છે. રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમવિધિની તૈયારી થઈ ગઈ છે તેમજ અંતિમ યાત્રા માટેનો રથ તૈયાર કરાયો છે. અંતિમ યાત્રામાં પરિજનો સાથે નેતાઓ પણ અંતિમ યાત્રામાં જોડાશે

રાજકોટ ખાતે આવેલા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર થશે

રાજકોટ ખાતે આવેલા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ અંતિમ યાત્રા દરમ્યાન જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેથી ટ્રાફિકને નિયંત્રણમાં રાખી શકાય. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને વ્યવસ્થાના પૂરતા પ્રબંધો કરાયા છે. રૂપાણી પરિવાર ટૂંક સમયમાં જ અંતિમ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરશે. વિજય રૂપાણીના પત્ની આવતી કાલે પાર્થિવ દેહ સાથે વિશેષ પ્રોટોકોલ સાથે રાજકોટ જવા રવાના થશે.

અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને લગતા તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

 

Published On - 11:57 am, Mon, 16 June 25