ગુજરાત ગ્રામ પંચાયતોની ચૂંટણીની પ્રક્રિયાના આજથી શ્રી ગણેશ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ, જાણો વિગત

|

Nov 29, 2021 | 8:07 AM

Election: ગ્રામ પંચાયતોની ચૂંટણીની પ્રક્રિયાના શ્રી ગણેશ થશે. આજે જિલ્લા ચૂંટણી અધિકારી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરશે. તો 19 ડિસેમ્બરે આ ચૂંટણીનું મતદાન યોજાશે.

ગુજરાત ગ્રામ પંચાયતોની ચૂંટણીની પ્રક્રિયાના આજથી શ્રી ગણેશ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ, જાણો વિગત
Gram Panchayat elections (File Image)

Follow us on

Gujarat Gram panchayat Election 2021: ચૂંટણીપંચે ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર કર્યા બાદ આજથી એટલે કે 29 નવેમ્બરથી વિધીવત ચૂંટણી પ્રક્રિયાના શ્રી ગણેશ થશે. આજે જિલ્લા ચૂંટણી અધિકારી ચૂંટણીનું (Election) જાહેરનામું પ્રસિદ્ધ કરશે. સાથે જ ગામોમાં ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો ફોર્મ ભરવાનું પણ શરૂ કરશે. 4 ડિસેમ્બર સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ત્યારબાદ 19 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 21 ડિસેમ્બરે ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થઈ જશે.

જણાવી દઈએ કે રાજ્ય ચૂંટણી પાંચ દ્વારા 10879 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તો 6 ડિસેમ્બર સુધી ચૂંટણી ફોર્મની ચકાસણી થશે. EC અનુસાર 7 ડિસેમ્બર પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે.

તો રાજ્યભરમાં તો 19 ડિસેમ્બર ના રોજ મતદાન થશે. જો જરૂર જણાય તો ફરીથી 20 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. આ મતદાનની મતગણતરી 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા 24 ડિસેમ્બરે પુન કરવામાં આવશે. ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવાની માહિતી પણ સામે આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઉલ્લેખનીય છે કે, 19 ડિસેમ્બરે રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જેમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર જેટલા મતદારો મતદાન કરી શકે છે. જાહેરનામુ પ્રસિદ્ધ થયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમ થશે. જો કે, સમરસ ગ્રામ પંચાયતમાં માહોલ શાંત રહેશે. અહીં કોઈ ચૂંટણી નહીં થાય.

મહત્વનું છે કે ​​​​​​​​​​​​​​અંદાજિત 10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં 10 હજાર 284 સરપંચની ચૂંટણી યોજાશે. ઉપરાંત જે ગ્રામ પંચાયતોની ચૂંટણી મુદત 31 માર્ચ 2022 પછી પુરી થાય છે તેવી અને જેની મુદત પુરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પણ ચૂંટણી યોજાશે.

તો તમને જણાવી દઈએ કે આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં થાય. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે. સાથે જ કોરોના ગાઇડલાઇન પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. મળેલી માહિતી પ્રમાણે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. રાજ્ય સરકાર દ્વારા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે. તો આ વખતે રાજ્યમાં નવી 191 ગામોમાં પંચાયત સ્થાપવા મંજૂરી અપાઇ છે.

ચૂંટણી પંચે જણાવ્યું કે દરેક ગામમાં વધુ બૂથ હોય છે, ઉપરાંત 10 હજારથી વધુ ગામોમાં જ્યારે ચૂંટણી થઇ રહી છે. ત્યારે એટલા બધા EVM ઉપલબ્ધ ન હોવાના કારને ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવશે. તો 54 હજાર 387 જેટલી મતપેટીની જરૂર છે. અને તેટલી મતપેટી કમીશન પાટે ઉપલબ્ધ છે.

 

આ પણ વાંચો: હિંમત બુલંદ રાખો, જીત તમારી જ થશે: જાણો LRD ઉમેદવારોમાં જુસ્સો ભરતા આ બાળક વિશે, જેનો વિડીયો છવાઈ ગયો છે ચોતરફ

આ પણ વાંચો: Ahmedabad: બે માસૂમને મળ્યો પરિવાર, પાલડી શિશુ ગૃહમાંથી બે પરિવારે દત્તક લીધી બાળકી, હર્ષના આંસુ છલકાયા

Published On - 8:03 am, Mon, 29 November 21

Next Article