Corona : કોરોનાના દર્દીઓને હવે થાય છે આ જીવલેણ બીમારી

|

May 12, 2021 | 3:26 PM

Corona : કોરોના સંક્રમણ જેટલો જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તેવી રીતે કોરોનાથી બચી ગયેલા દર્દીઓ માટે નવી બીમારી જીવલેણ સાબિત થઈ રહી છે.

Corona : કોરોના સંક્રમણ જેટલો જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તેવી રીતે કોરોનાથી બચી ગયેલા દર્દીઓ માટે નવી બીમારી જીવલેણ સાબિત થઈ રહી છે. કોરોના સંક્રમણથી બચી ગયેલા લોકો માટે હવે નવી ચિંતા સર્જાઈ છે. સંક્રમણને મ્હાત આપી સાજા થયેલા લોકોના આકસ્મિક મોતના બનાવ હાલ સામે આવી રહ્યા છે.

જેની પાછળનું મુખ્ય કારણ લોકોનું ડી ડાયમરનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ફેફસા, હૃદય અથવા મગજમાં ગાંઠ થઈ રહી છે. જેના કારણે હાલ સુરતના ડૉક્ટર્સ લોકોને અપીલ કરી રહ્યા છે કે, કોરોનાને મ્હાત આપ્યા બાદ તેઓ ડી- ડાયમર ટેસ્ટ કરાવવો.

કોરોનાએ આ વખતે અનેક બીમારીઓને નોતરા આપ્યા છે.કોરોના દર્દીઓ સજા થઈ ને પણ સાજા નથી થઈ રહયા. હજુ તો કોરોનાનું સંકટ ઓછું થયું નથી ત્યાં મ્યુકર માઇકોસીસ ફૂગ બીમારી વધી છે તો બીજી તરફ આકસ્મિક મોતના બનાવ પણ વધી રહયા છે. જેમાં ડી ડાયમર માઈલ્ડનું પ્રમાણ વધતા જીવલેણ ગાંઠની બીમારીનું જોખમ ઉભું થયું છે. સુરત શહેરમાં યુવાનો માટે નવી ચિંતા સર્જાઈ છે.

કોરોનાને મ્હાત આપ્યા બાદ જે લોકો વિચારી રહ્યા છે કે, તેમને સાજા થઈ ગયા છે, તેમના માટે આ એક ખૂબ જ આઘાતજનક સમાચાર છે. કારણ કે, હાલ સુરતમાં કોરોનાને મ્હાત આપનારા 50થી 60 ટકા લોકો એવા છે, કે જેમનામા ડી ડાયમર માઈલ્ડ વધારે આવી રહ્યું છે.જેથી તેમને ફેફસા ,હૃદય અને મગજમાં ગાંઠ થઈ જાય છે.અને જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ જીવલેણ સાબિત થઇ શકે છે.

જ્યારે બીજી બાજુ 10થી 15 ટકા એવા લોકો છે કે, જેમાં ડી ડાયમર હાઇ લેવલ આવે છે. હાલ આ તકલીફ મોટા ભાગે યુવાનોમાં જોવા મળી રહી છે. જેના કારણે તેમને હૃદયની તકલીફ સર્જાઈ છે.કોરોનાથી સાજા થયેલા અનેક લોકોમાં અચાનક જ મૃત્યુનું પ્રમાણ જોવા મળે છે. લોકોને ખબર પણ પડતી નથી કે આ મોત શાના કારણે થયું છે. માટે કોરોનાને મ્હાત આપ્યા બાદ લોકો ડી ડાયમર ટેસ્ટ કરાવે.

જેથી આ ટેસ્ટ થકી ખબર પડે કે, કોરોનાની શું અસર તેમના શરીર પર થઇ છે અને જો કોઈ અસર થઈ હશે, તો તેના પ્રમાણે દવાઓ અને ઈન્જેકશન આપવામાં આવતા હોય છે. આ ખૂબ જ ચિંતાજનક છે જેથી લોકોને આ ટેસ્ટ કરાવવો જરૂરી છે.જોકે આ બીમારી તો જૂની જ છે પરંતુ હાલ કોરોના દર્દીમાં એકાએક સૌથી વધારે જોવા મળી રહ્યું છે.

Next Video