મોરબી માળીયા હાઇવે પર અકસ્માતમાં પાંચના મોત, ઇજાગ્રસ્તોને મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

|

May 08, 2022 | 7:41 PM

રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા ( Brijesh Merja) પણ મોરબી આવેલા હોય તેઓ તુરંત જ સિવિલ હોસ્પીટલ ખાતે પહોચ્યા હતા અને તેમણે ઈજાગ્રસ્ત લોકોને આશ્વાસન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માત એટલો ગોજારો હતો કે, આ અકસ્માતમાં 5 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે.

મોરબી માળીયા હાઇવે પર અકસ્માતમાં પાંચના મોત, ઇજાગ્રસ્તોને મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
મોરબી માળીયા હાઈવે પર મોટી દુર્ઘટના (પ્રતીકાત્મક તસવીર)

Follow us on

Morbi: મોરબી (Morbi News) માળીયા હાઇવે પર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હોવાની વાત સામે આવી રહી છે. દસ થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોને હાલ મોરબીની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. એક કાર બીજા વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સમાચાર આવી રહ્યા છે કે, કારનું ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો છે.

રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા પહોચ્યા સિવિલ હોસ્પીટલ

રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા પણ મોરબી આવેલા હોય તેઓ તુરંત જ સિવિલ હોસ્પીટલ ખાતે પહોચ્યા હતા અને તેમણે ઈજાગ્રસ્ત લોકોને આશ્વાસન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માત એટલો ગોજારો હતો કે, આ અકસ્માતમાં 5 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. લોહાણા પરિવાર સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત રહ્યો હતો તેવી માહીતી મળી છે. રાજ્ય સરકારે આ દુર્ઘટનામાં મૃતકોને ચાર લાખ રૂપિયાની સહાય અને ઇજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે. મોરબી-માળીયા હાઇવે ઉપર અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે આવેલી હોટલ પાસે કારનું ટાયર ફાટતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

સુરેન્દ્રનગર જીલ્લામાં થયો ગોઝારો અકસ્માત

સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા- હરીપર હાઈવે પર પણ ગઈકાલે એક ગોઝારો અકસ્માત થયો હતો જેમાં 5 વાહનો બળીને ખાખ થયા હતા. અને એક ડ્રાઈવર કાળનો કોળીયો બની ગયો હતો. ઝેરી રસાયણ ભરેલું એક ટેન્કર કચ્છથી અમદાવાદ તરફ જઈ રહ્યુ હતું ત્યારે લોડર સાથે અકસ્માત થયો. ટેન્કરમાં રહેલા રસાયણના કારણે આગ લાગી ગઈ હતી. પાછળથી આવતા ત્રણ વાહનો ટેન્કરમાં ઘુસી ગયા હતા. એક પછી એક એમ પાંચ વાહનો આગની ઝપેટમાં આવ્યા હતા અને સળગી ઉઠ્યા હતા.

મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતની ઘટના

મહારાષ્ટ્રના માનગાંવ નજીક ઘોંસે ઘાટ પર બસ પલટી ગઈ અને 60 ફૂટ નીચે પડી. આ ભયાનક બસ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને 2 લોકોના સારવાર દરમિયાન મોત થયાના સમાચાર છે. આ અકસ્માત માનગાંવના મ્હસલા પાસે મોડદર રોડ પર થયો હતો. બસમાં કુલ કેટલા મુસાફરો હતા તેની ચોક્કસ માહિતી હજુ ઉપલબ્ધ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. આ તમામ મુસાફરો મુંબઈને અડીને આવેલા થાણેના રહેવાસી હતા. તમામ ઘાયલ મુસાફરોને સારવાર અર્થે મ્હસલા ગ્રામીણ હોસ્પિટલ અને માનગાંવ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

Published On - 6:14 pm, Sun, 8 May 22

Next Article