
અમદાવાદથી નજીક આવેલી સાણંદ GIDC નજીક આગ લાગવાની ઘટના બની છે..જય અંબે કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જય કેમિકલ કંપનીમાં લાગેલી આગનું કારણ હજૂ અકબંધ છે. પરંતુ નવાઈની વાત એ છે..અવાર નવાર આગની ઘટનાઓ બન્યા પછી પણ સાણંદ GIDCમાં ફાયર બ્રિગેડની વ્યવસ્થા નથી. જેના કારણે અમદાવાદથી પાણીના ટેન્કર મંગાવવા પડ્યા છે. અને એવુ નથી કે GIDCના વેપારીઓએ રજૂઆત નથી કરી. છેલ્લા 8 વર્ષથી રજૂઆતો કર્યા છતાં પણ હજી સુધી ફાયર બ્રિગેડની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
Published On - 2:33 pm, Mon, 27 May 19