અમદાવાદના શાહીબાગના ગિરધરનગર વિસ્તારના ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં, ફસાયેલા તમામનું રેસ્કયૂ, ફાયરની 11 ટીમ ઘટના સ્થળે

|

Jan 07, 2023 | 12:04 PM

શાહીબાગ વિસ્તારના ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગમાં આગ લાગી હતી.  હાલમાં આ આગ  કાબૂમાં આવી  ગઈ છે.   આગમાં ફસાયેલા તમામને  બહાર કાઢવામાં આવ્યા હતા.  જોકે આ  ઘટનામાં સારવાર માટે મોકલવામાં આવેલી એક કિશોરીનું મોત થયું હતું.

અમદાવાદના શાહીબાગના ગિરધરનગર વિસ્તારના ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં, ફસાયેલા તમામનું રેસ્કયૂ, ફાયરની 11 ટીમ ઘટના સ્થળે
શાહીબાગના ગિરધરનગર વિસ્તારમાં આગ

Follow us on

શાહીબાગ વિસ્તારના ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગમાં આગ લાગી હતી.  હાલમાં આ આગ  કાબૂમાં આવી  ગઈ છે.   આગમાં ફસાયેલા તમામને  બહાર કાઢવામાં આવ્યા હતા.  જોકે આ  ઘટનામાં સારવાર માટે મોકલવામાં આવેલી એક કિશોરીનું મોત થયું હતું.આ   ઘટનામાં  શરૂઆતમાં 2 ભાઈ ફસાયા હતા , આગ ઓલવવા માટે ફાયરની  કુલ 15 ગાડીઓ તેમજ ટીમ સાથે અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા  હતા.અને આગ લાગવાનું કારણ અકબંધ છે. આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બિલ્ડિંગમાંથી એખ મહિલાને ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને  સારવાર માટે ખસેડવામાં આવી હતી. આગની ઘટનામાં કુલ પાંચ લોકો ફસાયા હતા. તે પૈકી એક બાળકીને  પણ રેસક્યૂ કરીને બહાર કાઢવામાં આવી હતી.  ઉપરાંત ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે  બહાર કાઢવામાં આવ્યા હતા.

 

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

4  વ્યક્તિઓ જાતે જ આવી ગઈ  બહાર

એવી વિગતો સામે આવી છે કે  આગ લાગતા જ 4  વ્યક્તિઓ  જાતે જ બહાર આવી ગઈ હતી. હાલમાં આગમાં કઈ ફસાયેલું નથી. શિયાળામાં ગિઝર ચાલતા હોય છે ત્યારે પ્રાથમિક  તબક્કે એવું તારણ કાઢવામાં આવ્યું છે કે  ગિઝર ફાટવાને કારણે આગ લાગવાની  ઘટના બની હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 8:29 am, Sat, 7 January 23

Next Article