અમદાવાદ વીડિયો : અમદાવાદના ખોખરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં લાગી આગ, ફાયર વિભાગની 3 ગાડી ઘટના સ્થળે

અમદાવાદના ખોખરા વિસ્તારમાં કાશીવિશ્વનાથ મંદિર પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. એપાર્ટમેન્ટની એક બિલ્ડીંગના 3 માળ પર આગ લાગવાથી લોકોમાં ચકચાર મચી હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

અમદાવાદ વીડિયો : અમદાવાદના ખોખરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં લાગી આગ, ફાયર વિભાગની 3 ગાડી ઘટના સ્થળે
Fire
| Updated on: Dec 05, 2023 | 9:25 AM

રાજ્યમાં અવારનવાર આગની ઘટના બનતી હોય છે. ત્યાં અમદાવાદમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં કાશીવિશ્વનાથ મંદિર પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. એપાર્ટમેન્ટની એક બિલ્ડીંગના 3 માળ પર આગ લાગવાથી લોકોમાં ચકચાર મચી હતી.

 

આગ લાગવાની ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ત્રણ ગાડીઓ આગને બુઝાવવા માટે ઘટના સ્થળે આવી પહોંચી હતી. મળતી માહિતી અનુસાર ગેસનો બાટલો ચાલુ કરીને પાણી ગરમ કરવા જતા ગેસનો બોટલ ફાટ્યો હોવાનું સામે આવ્યુ છે. જેમાં પરિવારના મોભી સામાન્ય દાઝ્યા છે.તો ઘટનાની જાણ થતા નગરસેવક કમલેશ પટેલ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને વૃદ્ધાને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 8:32 am, Tue, 5 December 23