Holi 2021: હોળીની ઝાળના આધારે કેવુ રહેશે ચોમાસુ ? જાણો આગાહીકાર અંબાલાલની શુ છે આગાહી

|

Mar 29, 2021 | 8:24 AM

Holi 2021: હોળીની ઝાળ પરથી આગાહીકાર અંબાલાલ પટેલે આગામી ચોમાસા અંગે આગાહી કરી છે કે ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ ઓછો વરસાદ રહેશે. સામાન્ય વરસાદના 98 ટકા જેટલો વરસાદ વરસશે.

હોળીની ઝાળ પરથી ચોમાસાની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે હોળી પ્રગટાવતા સમયે ઝાળ કઈ દિશામાં જાય છે, તેના પરથી આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે આવનારા ચોમાસા માટે આગાહી કરી છે કે ગત વર્ષ કરતા પ્રમાણમાં ઓછો વરસાદ રહેશે. રાજ્યના સરેરાશ વરસાદના 98 જેટલો વરસાદ આ વર્ષે વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

અંબાલાલ પટેલે, એવી પણ આગાહી કરી છે કે, એપ્રિલ મહિનામાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. તો મે મહિનામાં પણ વાતાવરણ બદલાશે. ચોમાસાના આગમન પહેલા સર્જાતી પ્રિ મોન્સુન એક્ટીવીટીના ભાગરૂપે, દક્ષિણ પૂર્વિય તટીય ભાગમાં અને દક્ષિણ ભારતમાં વરસાદ સારો રહેશે. આંધી સાથે વરસાદ વરસવાની સંભાવના છે.

ગુજરાતમાં આ વર્ષના ચોમાસામાં ઉતર અને મધ્ય ગુજરાતમાં વરસાદ અનિયમિત રહેવાની આગાહી હોળીની ઝાળના આધારે અંબાલાલે કરી છે. જૂન અને જુલાઈમાં સારો વરસાદ રહેવાની આગાહી કરાઈ છે. તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થોડો ખેચાશે તેવી આગાહી કરાઈ છે. વરસાદ ખેંચાતા પાકને સિચાઈના પાણીની આવશ્યકતા રહેશે. તેમ પણ તેમણે જણાવ્યુ છે.

હોળી પ્રગટાવ્યા બાદ ઝાળ જે દિશામાં જાય તેના આધારે ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પરંપરાગત રીતે જાણકારો દ્વારા આગાહી કરવામાં આવે છે. દરેક વિસ્તારમાં પવનની દિશા મુજબ ઝાળ જતી હોય છે. જેના આધારે આ બાબતોના જાણકારો વર્તારો કરતા આવ્યા છે. આવી આગાહી વર્ષોથી કરવામાં આવતી હોય છે. જો કે આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં આ પ્રકારે કરાતી પરંપરાગત આગાહી બાબતે સંશય રાખવામાં આવે છે.

 

Next Video