જાણો કેવા છે અમદાવાદથી કેવડિયા સુધી દોડનારી જનશતાબ્દિ ટ્રેનના Vistadom કોચ

|

Jan 17, 2021 | 11:35 AM

આજથી કેવડિયા (kevdiya) સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના વિભિન્ન ભાગ સાથે રેલ્વેમાર્ગે જોડી દેવાયું છે. કેવડિયા સુધી જનારી જનશતાબ્દિ ( janshatabdi) ટ્રેનનું મહત્વ વિશેષ કોચને કારણે વધી ગયુ છે. જાણો અમદાવાદથી રોજ કેવડિયા જનારી જનશતાબ્દિ ટ્રેનના વિસ્ટાડોમ (Vistadom)કોચની ખાસીયત.

દેશના વિભિન્ન ભાગ સાથે કેવડિયાના (kevdiya સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલ માર્ગે જોડવામાં આવ્યો છે. દેશના વિવિધ પ્રદેશોને ભારત સાથે જોડનારા સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા કેવડીયા સ્થિત છે. આ સ્થળે દેશના વિવિધ રાજ્યોમાંથી પ્રવાસીઓ સરદારની વિરાટ પ્રતિમા નિહાળવા આવી રહ્યાં છે. પરંતુ કેવડીયા રેલ્વે માર્ગે જોડાયેલ ના હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી પડતી હતી. આજથી કેવડિયા દેશના વિવિધ ભાગ સાથે રેલ્વે માર્ગે જોડાઈ ગયુ છે.  અમદાવાદથી કેવડિયા સુધી જનશતાબ્દિ (janshatabdi) ટ્રેન દોડશે. જનશતાબ્દિ ટ્રેનમાં વિસ્ટાડોમ  ( Vistadom  ) કોચ લગાવવામા આવ્યા છે. આવો જાણો વિસ્ટાડોમ કોચ અને જનશતાબ્દિ ટ્રેનની ખાસિયત.

Next Video