Vadodara: SSG હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીસ્ટના મોતથી હોબાળો, સારવાર કરતા ઈન્ટર્ન તબીબોના સ્વાસ્થ્યના સુરક્ષાની માંગ

|

Apr 23, 2021 | 6:54 PM

વડોદરાની SSG હોસ્પિટલમાં ઈન્ટર્ન ફિઝિયોથેરાપીસ્ટના સારવાર દરમિયાન મોત બાદ ઈન્ટર્ન તબીબોમાં રોષ વ્યાપી ગયો છે. નેહલ રાઠવાએ તેની તબિયત સારી નથી જેથી તેને કોરોના વોર્ડમાં ફરજ ન સોંપવા માટે રજૂઆત કરી હતી.

વડોદરાની SSG હોસ્પિટલમાં ઈન્ટર્ન ફિઝિયોથેરાપીસ્ટના સારવાર દરમિયાન મોત બાદ ઈન્ટર્ન તબીબોમાં રોષ વ્યાપી ગયો છે. નેહલ રાઠવાએ તેની તબિયત સારી નથી જેથી તેને કોરોના વોર્ડમાં ફરજ ન સોંપવા માટે રજૂઆત કરી હતી, પણ હોસ્પિટલના સત્તાધીશોએ તેને સસ્પેન્ડ કરવાની તેમજ ડિગ્રી અટકાવી દેવાની ધમકી આપી ફરજિયાત ફરજ પર હાજર થવા આદેશ કર્યો હતો. જેથી નેહલ રાઠવા ફરજ પર જોડાઈ પણ કોરોના દર્દીઓની સારવાર કરતાં તે પોતે કોરોના સંક્રમિત થઈ હતી અને તેની હાલત એટલે ખરાબ થઈ કે તેનું કોરોનાથી અવસાન થયું.

નેહલને ન્યાય અપાવવા ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ઓફિસ પર ધસી આવ્યા હતા. જ્યાં વિદ્યાર્થિનીઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટની હાય હાય ના નારા લગાવ્યા હતા સાથે જ નેહલ રાઠવાને ન્યાય આપો ન્યાય આપો ના નારા લગાવ્યા હતા. વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે, બળજબરીથી તેમને કોરોના વોર્ડમાં ફરજ સોંપાઈ છે. જે વિદ્યાર્થી ના પાડે છે, તેમને સસ્પેન્ડ કરવાની અને ડિગ્રી અટકાવી દેવાની ધમકી આપે છે.

 

આ પણ વાંચો: ઘરમાં લગ્ન પ્રસંગ છે તો લેવી પડશે મંજૂરી! અન્યથા જાન માંડવે જવાને બદલે પહોંચશે સીધી પોલીસ સ્ટેશન 

Next Video