February 2021: નવા કાર્યોની શરૂઆતથી લઈ લગ્ન સુધીના શુભ મુહૂર્તની યાદી

લોકો આ મહિનામાં મુંડન, ઉપનયન સંસ્કાર, સગાઇ, લગ્ન વગેરે શુભ પ્રસંગોનું આયોજન કરશે. આ સિવાય નવું મકાન, નવો પ્લોટ, વાહન વગેરે ખરીદવા માટેના શુભ સમય વિશે લોકો જાણવા માગે છે.

February 2021: નવા કાર્યોની શરૂઆતથી લઈ લગ્ન સુધીના શુભ મુહૂર્તની યાદી
શુભ મુહૂર્ત ફેબ્રુઆરી 2021
| Updated on: Feb 02, 2021 | 8:23 AM

ફેબ્રુઆરી મહિનો શરૂ થયો છે. આ મહિનામાં ઘણા શુભ પ્રસંગો અને તહેવારો આવવાના છે. લોકો આ મહિનામાં મુંડન, ઉપનયન સંસ્કાર, સગાઇ, લગ્ન વગેરે શુભ પ્રસંગોનું આયોજન કરશે. આ સિવાય નવું મકાન, નવો પ્લોટ, વાહન વગેરે ખરીદવા માટેના શુભ સમય વિશે લોકો જાણવા માગે છે.

જ્યોતિષીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ઘણી શુભ તારીખો છે. આ તારીખે શુભ કાર્યો કરી શકાય છે. અહી ફેબ્રુઆરી 2021 ની શુભ તારીખો વિશે માહિતી આપી રહ્યા છીએ. નવું મકાન ખરીદવું હોય કે નવો ધંધો શરૂ કરવો હોય તો, તમારે કઈ શુભ તારીખે શરૂ કરી શકાય તે જાણીએ.

12 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 16 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરી હવન, પૂજન અથવા ગૃહ પ્રવેશથી સંબંધિત કામોની શુભ તારીખો છે.

વિવાહ મુહૂર્તની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી. વસંત પંચમી ફેબ્રુઆરી મહિનામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 16 ફેબ્રુઆરી છે.

હિન્દુ ધર્મના 16 સંસ્કારોમાં મુંડન એક છે. આ માટે શુભ સમય જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુંડનના શુભ સમયની વાત કરીએ તો, આ મહિનામાં મુંડન માટે પણ કોઈ શુભ મુહૂર્ત નથી.

Published On - 8:12 am, Tue, 2 February 21