રાજ્યના ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતોને આગામી અઠવાડિયામાં જ પાક નુક્સાનની સહાય ચૂકવાશે

રાજ્યના ખેડૂતો માટે ખુશખબર છે. સરકારે કેબિનેટની બેઠકમાં નિર્ણય કર્યો છે કે ખેડૂતોને આવતા અઠવાડિયામાં જ પાક નુક્સાનની સહાય ચૂકવવામાં આવશે. કમોસમી વરસાદથી ખેડૂતોને પાકનું જે નુક્સાન થયું હતું તેના માટે સરકારે પેકેજ જાહેર કર્યું હતું. જેની સહાય માટે 17 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી. આ તમામ ખેડૂતોના ખાતામાં આવતા અઠવાડિયે નાણા જમા […]

રાજ્યના ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતોને આગામી અઠવાડિયામાં જ પાક નુક્સાનની સહાય ચૂકવાશે
| Updated on: Dec 18, 2019 | 2:55 PM

રાજ્યના ખેડૂતો માટે ખુશખબર છે. સરકારે કેબિનેટની બેઠકમાં નિર્ણય કર્યો છે કે ખેડૂતોને આવતા અઠવાડિયામાં જ પાક નુક્સાનની સહાય ચૂકવવામાં આવશે. કમોસમી વરસાદથી ખેડૂતોને પાકનું જે નુક્સાન થયું હતું તેના માટે સરકારે પેકેજ જાહેર કર્યું હતું. જેની સહાય માટે 17 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી. આ તમામ ખેડૂતોના ખાતામાં આવતા અઠવાડિયે નાણા જમા થઈ જશે. કૃષિપ્રધાને કહ્યું કે- 25 ડિસેમ્બર અટલજીના જન્મ દિવસ સુધીમાં ખાતાકીય કાર્યવાહી પૂરી કરીને ખેડૂતોના ખાતામાં નાણા જમા કરાવવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

આ પણ વાંચોઃ મોજમાં રહેવું રે’ કૃતિ બદલ રતિલાલ બોરિસાગરનું સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:44 pm, Wed, 18 December 19