ખંભાળિયા- દ્વારકા નેશનલ હાઈવેની કામગીરી દરમિયાન ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો

|

Mar 10, 2021 | 5:27 PM

ખંભાળિયા-દ્વારકા (Dwarka) નેશનલ હાઈવેની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન કુવાડવા ગામે ખેડૂતોએ ફોરલેન હાઈવેના કામ સામે વાંધો ઉઠાવ્યો છે.

ખંભાળિયા-દ્વારકા (Dwarka) નેશનલ હાઈવેની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન કુવાડવા ગામે ખેડૂતોએ ફોરલેન હાઈવેના કામ સામે વાંધો ઉઠાવ્યો છે. ખેડૂતોનો દાવો છે કે જમીન સંપાદનની મંજૂરી લેતી વખતે ખેડૂતોને નિયત વળતર ચૂકવવાનું નક્કી કરાયું હતું. પરંતુ કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વિના બળજબરી તેમની જમીનનું સંપાદન કરવામાં આવી રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી રહી છે.ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની મંજૂરી વિના જમીન સંપાદન કરવું ગેરકાયદે છે. ખેડૂતોએ આ કામ તાત્કાલીક રોકવા માટે રજૂઆત કરી છે. તો બીજીતરફ અધિકારીઓ ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવવાનો દાવો કરી રહ્યા છે. આ અંગે સાંસદ પૂનમ માડમે તત્કાલીન કલેક્ટર સાથે બેઠક યોજી છે.

Next Video