
ગુજરાતમાં હવે ખેડૂતો જરૂરીયાત મુજબનુ ખાતર રોકડેથી ખરીદી શકશે. ગુજરાતમાં ખેડૂતો ખાતરની ખરીદી માટે ડિજિટલ પેમેન્ટથી જ ચૂકવણુ કરી શકશે તેવો ગુજકોમાસોલે તમામ વિક્રેતાઓને પરીપત્ર મોકલ્યો હતો. પરંતુ ખેડૂતો ડિજિટલ પેમેન્ટ કરવા સક્ષમ ના હોવાથી પારાવાર મુશ્કેલી અનુભવશે એ બાબતે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનું કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ધ્યાન દોર્યુ હતું. તેમણે કહ્યું કે ખેડૂતો માટેના યુરીયા ખાતર કેમિકલ ફેકટરીમાં વેચાઈ જતુ હોય છે. ખેડૂતોને ખાતર મળી રહે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે વિરજી ઠુમ્મરની રજૂઆત બાદ, આ વર્ષ પૂરતો આ નિર્ણય મોકુફ રાખવા સાથે ભવિષ્યમાં પેમેન્ટ પ્રથા ડિજિટલ સ્વરૂપે રાખવાની જાહેરાત કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 7:37 am, Fri, 7 August 20