SURAT : ગાંધીનગર ખાતે બદલી પામેલા કલેક્ટર ડો.ધવલ પટેલનો વિદાય સમાંરભ, જાણો શું કહ્યું સુરત વિશે

|

Jul 06, 2021 | 5:26 PM

SURAT : સુરતથી ગાંધીનગર બદલી પામેલા જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલનો વિદાય સમારંભ તેમજ સુરતના નવનિયુકત કલેક્ટર (Collector of Surat) આયુષ ઓકનો આવકાર સમારંભ યોજાયો હતો. આ વિદાય સમાંરભમાં ડો.ધવલ પટેલે પોતાના કાર્યકાળ સમયની કેટલીક વાતો અને પ્રસંગો શેર કર્યા હતા.

SURAT : ગાંધીનગર ખાતે બદલી પામેલા કલેક્ટર ડો.ધવલ પટેલનો વિદાય સમાંરભ, જાણો શું કહ્યું સુરત વિશે
સુરતના કલેક્ટર ડો.ધવલ પટેલનો વિદાય સમાંરભ

Follow us on

SURAT : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગયા મહીને 19 જૂને એક સાથે 77 IAS અધિકારીઓની બદલી થઇ હતી. કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડ્યા બાદ આ પહેલી બદલી હતી. આ બદલીમાં એક નામ સુરતના કલેકટર (Collector of Surat) ડો.ધવલ પટેલનું નામ પણ સામેલ હતું. ડો. ધવલ પટેલની ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર તરીકે બદલી થઇ છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સુરતના સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે સુરતથી ગાંધીનગર બદલી પામેલા જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલનો વિદાય સમારંભ તેમજ સુરતના નવનિયુકત કલેક્ટર (Collector of Surat) આયુષ ઓકનો આવકાર સમારંભ યોજાયો હતો. આ વિદાય સમાંરભમાં ડો.ધવલ પટેલે પોતાના કાર્યકાળ સમયની કેટલીક વાતો અને પ્રસંગો શેર કર્યા હતા.

કોરોનાકાળમાં સુરતમાં ઓક્સિજન સપ્લાય પુરતો કર્યો 
ડો.ધવલ પટેલ(Dhaval Patel)એ જણાવ્યું હતું કે કોવિડની સેકન્ડ વેવમાં ઓક્સિજન ક્રાઇસિસનો સમય ખૂબ જ અઘરો હતો. સુરતમાં ઓક્સિજનની કામગીરી સાથે જોડાયેલા ટ્રેડર્સ અને ડિસ્ટ્રીબ્યુટરે રાત-દિવસ જોયા વગર અદ્‌ભુત કામગીરી કરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સુરત(Surat)માં 90 ટકા ઓક્સિજન ઇન્ડસ્ટ્રીયલ એક્ટીવીટી માટે અને 10 ટકા મેડીકલ માટે વપરાતો હતો, પરંતુ બધાએ ઇન્ડસ્ટ્રીયલ એક્ટીવીટી માટે ઉપયોગમાં લેવાતા ઓક્સિજનને મેડીકલમાં શીફટ કર્યો હતો. એના માટે તેમણે ઓક્સિજનની સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રીનો આભાર માન્યો હતો.

બાંધકામ ઉદ્યોગનો ઉલ્લેખ કરતા તેમણે કહયું કે લોકડાઉન દરમ્યાન તમામ ઇન્ડસ્ટ્રીએ તેમના કારીગરો માટે જમવાની તેમજ રહેવાની ખૂબ જ સારી રીતે વ્યવસ્થા કરી હતી.

ડાયમંડના એકસપોર્ટ માટે મંજૂરી આપી
સ્વાગત પ્રવચનમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે કોવિડ-19ની પ્રથમ લહેરમાં એકસપોર્ટ બંધ હતું ત્યારે કલેકટર ધવલ પટેલ (Dhaval Patel)એ તેમની સમજશક્તિથી ડાયમંડના એક્સપોર્ટ (Diamond Exports) માટે મંજૂરી આપી હતી અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી (Diamond Industry) ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડનું એક્સપોર્ટ કરી શકી હતી.

તે સમયે મુંબઇમાં ટ્રેડીંગ બિઝનેસ બંધ હતું ત્યારે ઉદ્યોગ-ધંધાને થતી વિપરીત અસર ટાળવા માટે તેમણે મુંબઇથી આવવા જવા માટેની મંજૂરી આપી દીધી હતી. કોરોનાકાળ કે લોકડાઉન દરમ્યાન કોઇપણ સમસ્યા ઉભી થઇ હોય તેના નિવારણ માટે તેમના તરફથી ચેમ્બર તથા સમગ્ર ઇન્ડસ્ટ્રીને તુરંત જ પ્રતિભાવ મળ્યો હતો.

સમારંભમાં ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ આશિષ ગુજરાતી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ કેતન દેસાઇ, ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલ, ક્રેડાઇના ભૂતપૂર્વ ચેરમેન સુરેશ પટેલ અને સુરત ડાયમંડ એસોસીએશનના સેક્રેટરી દામજીભાઇ માવાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ચેમ્બરના માનદ મંત્રી  નિખિલ મદ્રાસીએ સમારંભનું સમગ્ર સંચાલન સુપેરે પાર પાડયું હતું.

Next Article