સુપર સ્પ્રેડર શોધવા રાજકોટ મ્યુ. કોર્પો.એ કોરોનાના નિતી નિયમનો કર્યો ભંગ, એક જ જગ્યાએ ફેરીયાઓને ભેગા કરી સર્જી ભારે ભીડ

|

Jul 31, 2020 | 6:54 AM

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં સુપર સ્પ્રેડર શોધવા માટે શાકભાજી, ફળ કે અન્ય ચીજવસ્તુઓ વેચનારાઓ ફેરીયાઓના કોરોના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં કોઈ જ પ્રકારે સંખ્યા નિર્ધારીત કર્યા વિના તમામ ફેરીયાઓને એક જ સ્થળે બોલવી લેવાતા સોશિયલ ડીસ્ટન્સનો સરેઆમ ભંગ થયેલો જોવા મળ્યો. […]

સુપર સ્પ્રેડર શોધવા રાજકોટ મ્યુ. કોર્પો.એ કોરોનાના નિતી નિયમનો કર્યો ભંગ, એક જ જગ્યાએ ફેરીયાઓને ભેગા કરી સર્જી ભારે ભીડ

Follow us on

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં સુપર સ્પ્રેડર શોધવા માટે શાકભાજી, ફળ કે અન્ય ચીજવસ્તુઓ વેચનારાઓ ફેરીયાઓના કોરોના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં કોઈ જ પ્રકારે સંખ્યા નિર્ધારીત કર્યા વિના તમામ ફેરીયાઓને એક જ સ્થળે બોલવી લેવાતા સોશિયલ ડીસ્ટન્સનો સરેઆમ ભંગ થયેલો જોવા મળ્યો. આશ્ચર્યની વાત તો એ છે કે, જે જગ્યાએ ફેરીયાઓના આરોગ્યની ચકાસણી કરાઈ રહી છે તે સ્થળે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદીત અગ્રવાલ ખુદ આવ્યા હતા. તો તેમની નજરે ફેરીયાઓની ભીડ કેમ ના ચડી તેવા સવાલ પુછાઈ રહ્યાં છે. ફેરીયાઓને અલગ અલગ સ્થળે બોલાવીને ભીડ ના થાય તેવુ આયોજન જરૂરી છે. મનપાની આ કામગીરીથી તો કોરોનાનું સંક્રમણ વધે તેવી સ્થિતિ સર્જાઈ છે. જુઓ વિડીયો.

Next Article