દાખલારૂપ કાર્યવાહી : ભરૂચમાં Remdesivir ઇન્જેક્શનના કાળાબજાર કરનાર આરોગ્યકર્મી સહીત 5 ને PBM હેઠળ જેલ ભેગા કરાયા , રાજ્યનો પ્રથમ કિસ્સો

|

Jun 09, 2021 | 7:49 PM

કોરોનાની બીજી લહેર દરમ્યાન રેમડેસીવીર(Remdesivir)ના ઈન્જેક્શનની અછત ઉભી થઇ હતી. સતત વધતા કેસ સામે ઓછા ઉત્પાદનના કારણે લોકો સ્વજનોના જીવ બચાવવા ગમે તે કિંમતે ઇન્જેક્શનની ખરીદી કરવા તૈયાર થતા હતા.

દાખલારૂપ કાર્યવાહી : ભરૂચમાં Remdesivir ઇન્જેક્શનના કાળાબજાર કરનાર આરોગ્યકર્મી સહીત 5 ને PBM હેઠળ જેલ ભેગા કરાયા , રાજ્યનો પ્રથમ કિસ્સો
ભરૂચ પોલીસે Remdesivir ઈન્જેક્શનના કાળાબજાર કરનાર 5 શખ્સોને PBM Act હેઠળ જેલ ભેગા કર્યા છે .

Follow us on

કોરોનાની બીજી લહેર દરમ્યાન રેમડેસીવીર(Remdesivir)ના ઈન્જેક્શનની અછત ઉભી થઇ હતી. સતત વધતા કેસ સામે ઓછા ઉત્પાદનના કારણે લોકો સ્વજનોના જીવ બચાવવા ગમે તે કિંમતે ઇન્જેક્શનની ખરીદી કરવા તૈયાર થતા હતા. આ તકનો લાભ ઉઠાવી કેટલાક તત્વોએ કમાણીનો વેપલો શરૂ કરી દીધો હતો.

ભરૂચ કરાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશને મેં મહિનામાં ખાસ ઝુંબેશ હાથ ધરી વાઇરલ લોડ ઓછો કરવાના પ્રયાસરૂપે ઉપયોગમાં લેવાતા રેમડેસીવીરના કાળાબજારિયાઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી હતી. જેમાં આરોગ્યકર્મી સહીત ૫ લોકોને બે અલગ અલગ કિસ્સાઓમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર જે એન ઝાલાને આરોગ્યકર્મી મકબુલ ચૌહાણ તેના પુત્ર મુબીન મારફતે રેમડેસીવીરના ઇન્જેક્શન ઊંચી કિંમતે કાળાબજાર કરી વેચતો હોવાની બાતમી મળતા પોલીસ સબ ઇન્સ્પેકટર અનિલ ચૌહાણની ટીમે છટકું ગોઠવી પિતા – પુત્રને ઝડપી પડ્યા હતા. ઈન્જેક્શનના ખરીદાર તરીકે પોલીસે મુંબઇનનો સંપર્ક કરી ડિલિવરી આપતા સમયે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. મુબીનના પિતા એક ખાનગી હોસ્પિટલમાં આરોગ્યકર્મી હતા જેમની બાદમાં તપાસ દરમ્યાન ધરપકડ કરવામાં આવી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બીજા કિસ્સામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર કરણસિંહ મંડોરાને જંબુસર બાયપાસ વિસ્તારના મેડિકલ સ્ટોર ઉપર ઊંચી કિંમતે અને સરકાર સિવાય કોઈના પણ દ્વારા વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં રેમડેસીવીર ઇન્જેક્શન વેચવામાં આવતા હોવાની માહિતી મળતા પીએસઆઇ નરેશ ટાપરીયાની ટીમે વોચ ગોઠવી ઈન્જેક્શનની લેવડ – દેવડ દરમ્યાન રેડ કરી ત્રણ શખ્સોને ઝડપી પડ્યા હતા. આ શકશો મેડિકલ સ્ટોર ઉપર આ ઈન્જેક્શનના વેચાણ માટે મનાઈ હોવા છતાં ઈન્જેક્શનનું વેચાણ કરતા હતા. પ્રિન્ટેડ પ્રાઇસ કરતા ઊંચા દામ વસૂલી લોકોને ચૂનો ચોપડતા હતા.

ભરૂચ પોલીસે આ પાંચેય શકશો વિરુદ્ધ The Prevention of Blackmarketing and Maintenance of Supplies of Essential Commodities Act, 1980 હેઠળ જિલ્લા મેજિસ્ટેટ સમક્ષ કાર્યવાહીની દરખાસ્ત મૂકી હતી. જે ઉપર મંજૂરી મહોર મારી જિલ્લા મેજિસ્ટ્રેટે પાંચેયને જેલ ભેગા કરવા હુકમ કર્યો હતો.આ પાંચ આરોપીઓને અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, અને જામનગર જેલમાં ધકેલાયા છે. રાજ્યમાં રેમડેસીવીર દવાના કાળાબજારિયાઓને PBM હેઠળ જેલમાં ધકેલાયાનો આ પ્રથમ કિસ્સો છે.

PBM એક્ટ હેઠળ જેલમાં ધકેલાયેલા આરોપીઓ
અરબાઝ ગરાસિયા
મહમદ સાદિક સલીમ સામલી
એઝાઝ ઉમરજી ગજરા
મુબીન મકબુલ શરીફ ચૌહાણ
મકબુલ શરીફ ચૌહાણ

Published On - 7:30 pm, Wed, 9 June 21

Next Article