અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકાએ (AMC) 16 લાખ જેટલા નવા ડસ્ટબિન (Dustbin) ખરીદવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સામે આવ્યું છે કે, અગાઉ ધારાસભ્યો અને કાઉન્સિલરોની ગ્રાન્ટ માંથી ખરીદવામાં આવેલા અસંખ્ય ડસ્ટબિન ધૂળ ખાઈ રહ્યા છે. ખડીયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની ગ્રાન્ટમાંથી 2017 માં ખરીદાયેલા અનેક ડસ્ટબીન એક બંધ મકાનમાં ધૂળ ખાઈ રહ્યા છે. જેને લઈને અનેક સવાલ ઉઠ્યા છે. બીજી તરફ આ મુદ્દે ભૂષણ ભટ્ટે (Bhushan Bhatt) દાવો કર્યો છે કે, જે ડસ્ટબિન બંધ મકાનમાં પડ્યા છે તે તમામ ડસ્ટબિન ખામીવાળા છે.
તમને જણાવી દઈએ કે કોર્પોરેશનની હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સ્વચ્છ ભારત મિશન (Swachh bharat mission) અંતર્ગત અમદાવાદ શહેરમાં આવેલી સોળ લાખ જેટલી મિલ્કતોમાં ડસ્ટબીન આપવામાં આવશે. આ નિર્ણય અનુસાર હાલ ઘર દીઠ એક ડસ્ટબીન આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ફાળવવામાં આવતા બજેટમાંથી અલગ અલગ સાઈઝના ડસ્ટબિન વહેંચવામાં આવશે. જેમાં આ ડસ્ટબિન વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટથી લઈ શહેરમાં આવેલી અલગ અલગ મિલ્કતોમાં આપવાનો નિર્ણય લેવાયો છે. તો એ પણ જાણવા મળ્યું છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાક્ગ્વા માટેની પણ શહેરીજનોને સમાજ આપવામાં આવી રહો છે.
અગાઉ પણ AMC દ્વારા સ્વચ્છતાના નામે ડસ્ટબિન ખરીદવામાં આવ્યા હતા, અને આ પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો પણ કરવામાં આવ્યો હતો. સ્વચ્છ શહેરી સર્વેક્ષણ – 2020માં (Swachh Survekshan) દેશના પ્રથમ 10 મેટ્રો શહેરોમાં ગુજરાતના 4 શહેરોનું નામ આવ્યું હતું. આ સર્વેમાં બીજા સ્થાને સુરત, પાંચમાં સ્થાને અમદાવાદ, છઠ્ઠા સ્થાને રાજકોટ અને વડોદરાએ દસમું સ્થાન મેળવ્યું હતું.
ત્યારે 40 લાખથી વધુ વસ્તી ધરાવતા મોગા સિટીમાં અમદાવાદ પ્રથમ રહ્યું હતું. જોવાનું એ છે કે આ વખતે પણ ડસ્ટબિનનું વેચાણ કેટલું કારાગાર નીવડશે. તો એક અહેવાલ અનુસાર આ વર્ષે 16 લાખ ડસ્ટબિન આપવા માટે 6 કરોડ રૂપિયા કરતાં વધુના ખર્ચે કરવામાં આવશે.