Breaking News : પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ભૂજ CID ક્રાઇમે કરી ધરપકડ, જમીન કૌભાંડના કેસમાં કાર્યવાહી

|

Mar 05, 2023 | 2:30 PM

પ્રદીપ શર્માને બપોર બાદ ભુજ કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે. જમીન ફાળવણીના કેસમાં આર્થિક ગેરરીતી બદલ બીજી વખત તેમની ધરપકડ કરવામાં આવી છે.

Breaking News : પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ભૂજ CID ક્રાઇમે કરી ધરપકડ, જમીન કૌભાંડના કેસમાં કાર્યવાહી

Follow us on

પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે. ભૂજ CID ક્રાઇમે પ્રદીપ શર્મા સામે કાર્યવાહી કરી છે. CID ક્રાઇમે જમીન કૌભાંડના કેસમાં અમદાવાદથી તેમની ધરપકડ કરી છે. પ્રદીપ શર્માને બપોર બાદ ભુજ કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે. જમીન ફાળવણીના કેસમાં આર્થિક ગેરરીતી બદલ બીજી વખત તેમની ધરપકડ કરવામાં આવી છે.

Ex IAS Pradeep Sharma arrested in a land scam case; know what are the allegations against him |TV9

ગાંધીગ્રામના મામલતદારે નોંધાવી પ્રદીપ શર્મા સામે ફરિયાદ

જમીન કૌભાંડ મામલે કુલ ત્રણ અધિકારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીગ્રામના મામલતદાર ભગીરતસિંહ ઝાલાએ આ અંગેનો CID ક્રાઇમ ભૂજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. IPC 409,120B અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં પણ પ્રદીપ શર્મા સામે સત્તાના દુરુપયોગ અને જમીન કૌભાંડ મામલે ગુના દાખલ થયા હતા. ત્યારે ફરી એક વખત CID ક્રાઇમ ભૂજ પોલીસ મથકે ગાંધીગ્રામના મામલતદાર ભગીરતસિંહ ઝાલાએ પ્રદીપ શર્મા સામે ફરિયાદ નોંધાવી છે.

રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી
સારા તેંડુલકર દરિયા કિનારે કેમ જાય છે?

પ્રદીપ શર્માના કાર્યકાળ દરમિયાન જમીન ગેરરીતિના અનેક કેસ

ગાંધીધામના ચુડવા ગામે સરકારી જમીનનો વિવાદ હતો. આ જમીનના કસ્ટોડીયન પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્મા હતા. તેમના ઉપર સત્તાનો દુરુપયોગ કરીને આ જમીન ગેરકાયદેસર રીતે સસ્તા ભાવે અન્ય વ્યક્તિઓને આપી દેવાનો આરોપ છે. તત્કાલિન કલેક્ટર અને રિટાયર્ડ IAS પ્રદીપ શર્માના કાર્યકાળ દરમિયાન ભૂજમાં કેટલાક જમીનના કેસોમાં ગેરરીતિ આચરી હોવાની સંખ્યાબંધ ફરિયાદો થઇ હતી. આ તમામ મામલાઓની અલગ અલગ કક્ષાએથી તપાસ કરવામાં આવી રહી છે.

પ્રદીપ શર્માની ધરપકડ બાદ કરવામાં આવ્યો મેડિકલ ટેસ્ટ

પ્રદીપ શર્માની અમદાવાદના તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે. તેમનો મેડિકલ ટેસ્ટ થઇ ચુક્યો છે. બપોર સુધીમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. તેમણે આ જમીન કૌભાંડ કોના કહેવાથી આચર્યુ હતુ અને આ જમીનને લગતા અન્ય લોકો સાથે શું સાંઠ ગાંઠ હતી, તે તમામ મામલાની હવે તપાસ કરવામાં આવશે. મહેસુલ વિભાગ તરફથી આ સમગ્ર મામલે તપાસ કરી લેવામાં આવી છે. હવે CID ક્રાઇમ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને પુરાવા એકત્ર કરી રહી છે. અન્ય કોઇ લોકોની આ કેસમાં સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ થશે.

Published On - 1:48 pm, Sun, 5 March 23