ખેડૂતો ગમે ત્યાં જઈને ખેતપેદાશોનું વેચાણ કરી શકે, તેવા સરકારના નિર્ણયનો રાજ્યભરની એપીએમસીના કર્મચારીનો વિરોધ

|

Jul 22, 2020 | 6:36 AM

ખેડૂતો તેમનો પાક રાજ્યમાં ગમે ત્યા વેચી શકે તેવા રાજ્ય સરકારે કરેલા નિર્ણયનો એપીએમસીના(APMC) કર્મચારીઓએ વિરોધ કર્યો છે. બનાસકાંઠા ડીસા એપીએમસી ખાતે રાજ્યભરની એપીએમસીના કર્મચારી પ્રતિનિધિઓ એકઠા થયા હતા. જેમણે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકારના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓનું કહેવુ છે કે, ગુજરાત સરકારના આ નિર્ણયથી ખેડૂતો હવે ગમે ત્યાંની એપીએમસીમાં વેચાણ કરશે […]

ખેડૂતો ગમે ત્યાં જઈને ખેતપેદાશોનું વેચાણ કરી શકે, તેવા સરકારના નિર્ણયનો રાજ્યભરની એપીએમસીના કર્મચારીનો વિરોધ

Follow us on

ખેડૂતો તેમનો પાક રાજ્યમાં ગમે ત્યા વેચી શકે તેવા રાજ્ય સરકારે કરેલા નિર્ણયનો એપીએમસીના(APMC) કર્મચારીઓએ વિરોધ કર્યો છે. બનાસકાંઠા ડીસા એપીએમસી ખાતે રાજ્યભરની એપીએમસીના કર્મચારી પ્રતિનિધિઓ એકઠા થયા હતા. જેમણે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકારના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓનું કહેવુ છે કે, ગુજરાત સરકારના આ નિર્ણયથી ખેડૂતો હવે ગમે ત્યાંની એપીએમસીમાં વેચાણ કરશે તો જે તે જિલ્લાની એપીએમસીની આર્થિક સ્થિતિ કથળશે અને કર્મચારીઓના પગાર કરવાના ફાંફા પડશે. એપીએમસીની આવક પણ ઘટશે આથી આ સ્થિતિને ધ્યાને લઈને સરકારે નિર્ણય રદ કરવો જોઈએ તેવી માંગ કરી છે..

Next Article