એમનેમ થોડું સંગીતને સાજુ કરનારુ ગણાય છે? સુરત કોવિડ સેન્ટરમાં દર્દીઓને સારવાર સાથે અપાઈ રહી છે સંગીતની પણ થેરાપી, સકારાત્મક ઉર્જા માટેનાં પ્રયાસ

અલથાણના અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં દાખલ દર્દીઓને દવા સાથે સંગીત પણ પીરસવામાં આવે છે. અહીં સંગીત થેરાપીનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. સંસ્કૃત સાહિત્યમાં અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા જેનિષ સુરતી મ્યુઝિક આર્ટિસ્ટ પણ છે. તેઓ જુલાઇ માસથી અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં રીસેપ્શન તથા મેનેજમેન્ટ કાર્યમાં સેવા આપી રહ્યા છે. જેનિષની નાની બહેન […]

એમનેમ થોડું સંગીતને સાજુ કરનારુ ગણાય છે? સુરત કોવિડ સેન્ટરમાં દર્દીઓને સારવાર સાથે અપાઈ રહી છે સંગીતની પણ થેરાપી, સકારાત્મક ઉર્જા માટેનાં પ્રયાસ
https://tv9gujarati.in/emnem-thodu-sang…laavva-no-prayas
| Edited By: | Updated on: Sep 19, 2020 | 12:36 PM

અલથાણના અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં દાખલ દર્દીઓને દવા સાથે સંગીત પણ પીરસવામાં આવે છે. અહીં સંગીત થેરાપીનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. સંસ્કૃત સાહિત્યમાં અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા જેનિષ સુરતી મ્યુઝિક આર્ટિસ્ટ પણ છે. તેઓ જુલાઇ માસથી અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં રીસેપ્શન તથા મેનેજમેન્ટ કાર્યમાં સેવા આપી રહ્યા છે.

જેનિષની નાની બહેન રોશની કોરોના સંક્રમિત થતાં અટલ સંવેદના કોરોના કેર સેન્ટરમાં દાખલ કરી હતી. થોડા દિવસમાં તેના માતાપિતાને પણ સંક્રમણ થયું હતું. ત્યારથી તેઓએ નિર્ણય કર્યો કે તેઓ પોતાની સંગીતની કળા દ્વારા કોરોના દર્દીઓનું મનોરંજન કરશે.અને દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે.

જેનિષ સુરતી ગિટાર વગાડીને તેમજ ગીતો ગાઈને કોરોના દર્દીઓના મનોરંજન સાથે માનસિક બળ પૂરું પાડે છે. જેનિષનું માનવું છે કે શારીરિક બીમારીનું મૂળ મનમાં છે. માણસ મનથી મક્કમ બની જાય તો રોગથી મુક્તિ મેળવી શકે છે. સંગીત માત્ર મનોરંજનનો પ્રકાર નથી રહ્યો પણ વિશ્વભરમાં સંગીતને ઔષધિ તરીકે અપનાવી લેવામાં આવ્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:53 am, Mon, 7 September 20