Mehsana: વિસનગર તાલુકાના ચૂંટણી અધિકારી લાંચ લેતા પકડાયા, ફોર્મ માન્ય રાખવા માગી 3 લાખ રૂપિયાની લાંચ

|

Feb 20, 2021 | 9:01 AM

સામાન્ય સરકારી કર્મચારી લાંચ લેતા પકડાય તે સામાન્ય વાત છે, પરંતુ ચૂંટણી અધિકારી પણ હવે લાંચ લઇ રહ્યા છે. વિસનગર તાલુકાની 5 નંબરની સીટના ચૂંટણી અધિકારી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે.

સામાન્ય સરકારી કર્મચારી લાંચ લેતા પકડાય તે સામાન્ય વાત છે, પરંતુ ચૂંટણી અધિકારી પણ હવે લાંચ લઇ રહ્યા છે. વિસનગર તાલુકાની 5 નંબરની સીટના ચૂંટણી અધિકારી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. સવાલા બેઠકના મહિલા ઉમેદવારની ખૂટતી માહિતીના કારણે ફોર્મ માન્ય રાખવા રૂપિયા ત્રણ લાખની લાંચ માગી હતી. જેમાંથી એક લાખ રૂપિયા અગાઉ આપી દીધા હતા, જ્યારે બીજા એક લાખ રૂપિયા સ્વીકારતા સમયે રંગેહાથ પકડાઇ ગયા હતા. હાલ આ મામલે ગાંધીનગર ACBએ પૂછપરછ ચાલુ કરી છે અને વધુ અન્ય અધિકારી સામેલ હોય તેવું લાગી રહ્યુ છે.

Next Video