ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી (Assembly Election) માટે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી (Counting) શરૂ થઈ હતી. અત્યારે સુધીમાં તમામ રાજ્યોની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. ચાર રાજ્યોમાં ભાજપ (BJP) ને સ્પષ્ટ બહુમત મળતો જણાઈ રહ્યો છે અને પંજાબમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) સૌથી આગળ છે ત્યારે આ પરિણામો (results) ના પગલે ગુજરાતમાં પણ ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી (celebration) કરાઈ હતી.
ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની મહિલા કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. કમલમ પર મહિલા કાર્યકર્તાઓ ગરબે ઝુમ્યા હતાં અને ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપનો વિજયની સાથે જ સુરતમાં ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર ફટાકડા ફોડી મીઠાઇ ખવડાવી કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. તો બીજી બાજુ પંજાબમાં આમ આદમી પાર્ટીના કાર્યક્તાઓ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલયની બહાર ફટાકળા ફોડી ઉજવણી કરાઈ હતી.
ભાજપના કાર્યકર્તાઓએ અમદાવાદમાં ખાનપુર કાર્યાલય ખાતે ફટાકડા ફોડી તેમજ ઢોલ-નગારા સાથે વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા પંજાબની જીતને લઇને ફટાકડા ફોડી તેમજ ઢોલ-નગારા સાથે વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
પોરબંદરમાં પણ જિલ્લા ભાજપે કાર્યકરોના મોઢા મીઠા કરાવી ફટાકડા ફોડ્યા હતા. આ સાથે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો વિજ્યોત્સવમાં જોડાયા હતા.
અમરેલી જિલ્લામાં પણ ભાજપના કાર્યકરોએ વિજયની ઉજવણી કરી હતી. અમરેલીના જાફરાબાદમાં ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી વિજયને વધાવવામાં આવ્યો હતો. જાફરાબાદના મુખ્ય ચોકમાં ભાજપ કાર્યકર્તાઓએ ચાર રાજ્યોમાં ભાજપની જીતના ફટાકડા ફોડ્યા હતા.
રાજકોટ જિલ્લામાં જસદણમાં ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. જસદણ ભાજપે ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો.
આ પણ વાંચોઃ પાંચ રાજ્યોના પરિણામની અસર વિધાનસભા ગૃહમા જોવા મળી, ભાજપના ધારાસભ્યોએ કહ્યું, કોંગ્રેસના સુપડાં સાફ
આ પણ વાંચોઃ સુરત પોલીસ અચાનક હરકતમાં આવી, પાંડેસરા વિસ્તારમાં એક સાથે 20 ટીમોએ કોમ્બિંગ કરીને 50થી વધુ લોકોની ધરપકડ કરી