Gujarat : ઓફલાઇન શિક્ષણના પ્રથમ દિવસે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી, 50 ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓ રહ્યા હાજર

ગુજરાતમાં ધોરણ 12ની શાળાઓ તેમજ યુજી (Under Graduate) તેમજ PG (Post Graduate) ના ઓફલાઇન વર્ગો શરુ થઇ ગયા છે. ત્યારે પહેલા દિવસે 50 ટકા કરતા પણ ઓછી હાજરી નોંધાઇ છે.

Gujarat : ઓફલાઇન શિક્ષણના પ્રથમ દિવસે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી, 50 ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓ રહ્યા હાજર
સાંકેતિક તસ્વીર
| Edited By: | Updated on: Jul 16, 2021 | 11:07 AM

ગુજરાતમાં ધોરણ 12 ની શાળાઓ તેમજ યુજી (Under Graduate) તેમજ PG (Post Graduate) ના ઓફલાઇન શિક્ષણ (Offline Education) શરુ થઇ ગયુ છે. ત્યારે પહેલા જ દિવસે 50 ટકા કરતા પણ ઓછી હાજરી નોંધાઇ છે.

ધોરણ 12 માં નોંધાઇ 39 ટકા હાજરી 

મહત્વપૂર્ણ છે કે કોરોનાની બીજી લહેર મંદ પડતા સરકારે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણની મંજૂરી આપી હતી, પરંતુ મળતી જાણકારી પ્રમાણે પહેલા જ દિવસે ધોરણ 12 માં માત્ર 39 ટકા હાજરી નોંધાઇ હતી. આપને જણાવી દઇએ કે કેટલીક શાળાઓ દ્વારા હાજરીનો ડેટા શિક્ષણ વિભાગમાં અપાયો નથી. તદુપરાંત અમદાવાદમાં લગભગ 30 ટકા શાળઓમાં કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન ન મળી હોવાથી બંધ છે.

અમદાવાદમાં માત્ર 676 વિદ્યાર્થીઓ હાજર 

ખાસ કરીને જો અમદાવાદના ડેટા પર નજર કરીએ તો અમદાવાદમાં 173 શાળઓમાંથી માત્ર 28 શાળાઓએ હાજરીનો ડેટા આપ્યો હતો જેમાં કુલ 1385 વિદ્યાર્થીઓમાંથી માત્ર 676 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

રાજકોટમાં નોંધાઇ સૌથી વધુ હાજરી 

રાજકોટનો ડેટા જોઇએ તો રાજકોટમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ શાળાઓમાં 1601 માંથી 1002 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સાથે રાજકોટમાં કુલ 62.59 ટકા હાજરી નોંધાઇ હતી.

દાહોદમાં નોંધાઇ સૌથી ઓછી હાજરી 

જ્યારે સૌથી ઓછી હાજરી દાહોદમાં નોંધાઇ હતી. દાહોદમાં 804 માંથી કુલ 144 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સાથે દાહોદમાં 17.91 ટકા હાજરી નોંધાઇ હતી. આપને જણાવી દઇએ 8074 શાળઓમાંથી 1048 શાળાઓએ હાજરી ભરી હતી. જેમાં કુલ 59591 વિદ્યાર્થીમાંથી 23283 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

આપને જણાવી દઇએ કે કોરોના મહામારીના કારણે લાંબા સમય બાદ ઓફલાઇન શિક્ષણ શરુ થતા હાજર વિદ્યાર્થીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો.