Breaking News : વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ ઇકો કાર અથડાતા 3 લોકોના મોત

Anand News : વડોદરાથી ડાકોર જતા યુવાનોને અકસ્માત નડ્યો છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.

Breaking News : વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ ઇકો કાર અથડાતા 3 લોકોના મોત
| Updated on: Feb 06, 2023 | 9:56 AM

આણંદ નજીક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. ટ્રક પાછળ ઇકો કાર અથડાતા 3 લોકોના મોત થયા છે. વડોદરાથી ડાકોર જતા યુવાનોને અકસ્માત નડ્યો છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. ખંભોળજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી છે. ટ્રક ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર આણંદ નજીક ગત મોડી રાત્રે ટ્રક અને ઇકો વાન વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટના ખંભોજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બની છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનામાં ઇકો વાન ચાલક અને ટ્રક ચાલક બંનેની બેદરકારી સામે આવી છે. રોડ સાઇડમાં પાર્ક કરેલી ટ્રકની સાઇડ લાઇટ ચાલુ ન હોવાના કારણે ઓવર સ્પીડમાં આવતી ઇકો વાન ટ્રકમાં ઘુસી ગઇ હતી.

આ અકસ્માતમાં ડાકોરમાં ત્રણ યુવાનોના મોત થયા છે. મૃતક ત્રણેય યુવાનો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોરના રહેવાસી હતા.  ખંભોજ પોલીસે ત્રણેય મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમાર્ટમ અર્થે ખસેડ્યા છે.તેમજ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(વીથ ઇનપુટ- ધર્મેન્દ્ર કપાસી, આણંદ) 

Published On - 9:21 am, Mon, 6 February 23