કોરોના મહામારીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે દ્વારકાધીશ મંદિર દ્વારા કરાયું 21 લાખ રૂપિયાનું દાન

|

May 05, 2021 | 3:50 PM

દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ભંડોળમાંથી 21 લાખ રૂપિયા તથા સુદામા સેતુ સોસાયટી ભંડોળમાંથી 11 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યુ છે.

કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે દ્વારકાધીશ મંદિરના દાન ખુલ્યા છે. દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ભંડોળમાંથી 21 લાખ રૂપિયા તથા સુદામા સેતુ સોસાયટી ભંડોળમાંથી 11 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યુ છે. બંને સંસ્થા તરફથી સમાજસેવાની ઉત્કૃષ્ટ ભાવના પ્રકટ કરી મહામારી સમયે જરૂરી રૂપિયાનું અનુદાન કર્યુ છે. અનુદાન કરાયેલ રકમથી કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદ મળશે. અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ કિસ્સો.

સમગ્ર દેશ જ્યારે કોરોનાના સંકંજામાં સપડાયેલું છે, ત્યારે હવે ધાર્મિક સંસ્થાઓ પણ લોકોના જીવ બચાવવા માટે આગળ આવી છે. આવી જ એક સંસ્થા છે બીએપીએસ. સમગ્ર વિશ્વમાં અનેક મંદિરો ધરાવતી આ સંસ્થાએ હવે અબુ ધાબીથી ઓક્સિજનના સિલિન્ડર અને ટેન્કર મોકલવાની શરૂઆત કરી દીધી છે.

એક અંદાજ મુજબ આગામી દિવસોમાં બીએપીએસ સંસ્થા દ્વારા 440 મેટ્રિક ટન લિક્વિટ ઓક્સિજન ગુજરાત પહોંચશે. આ અઠવાડિયામાં ઓક્સિજનના 600 સિલિન્ડર, 130 કોન્સન્ટ્રેટર અને 30 હજાર લીટર મેડિકલ ઓક્સિજન ગેસ પહોંચતા કરવામાં આવ્યા છે.

Next Video