DWARKA: સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી માનવતાની મહેક ફેલાવી, શૈક્ષણિક સંકુલ ખાતે 100 બેડના કોવિડ સેન્ટરની શરૂઆત

દ્વારકા જિલ્લામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. લોકોને હોસ્પિટલમાં જગ્યાઓ નથી મળી રહી કોરોનાના કહેર સામે માનવી ઑક્સિજન લેવા લાચાર બન્યો છે, ત્યારે કોરોના સામે હવે સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી માનવતાની મહેક ફેલાવી રહી છે.

DWARKA: સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી માનવતાની મહેક ફેલાવી, શૈક્ષણિક સંકુલ ખાતે 100 બેડના કોવિડ સેન્ટરની શરૂઆત
પ્રતિકાત્મક તસવીર
| Edited By: | Updated on: Apr 26, 2021 | 10:12 PM

દ્વારકા જિલ્લામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. લોકોને હોસ્પિટલમાં જગ્યાઓ નથી મળી રહી કોરોનાના કહેર સામે માનવી ઑક્સિજન લેવા લાચાર બન્યો છે, ત્યારે કોરોના સામે હવે સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી માનવતાની મહેક ફેલાવી રહી છે. કલ્યાણપુર તાલુકાના નંદાણા (Nandana kalyanpur Dwarka) ગામે મયુર શૈક્ષણિક સંકુલ ખાતે 100 બેડની કોવિડ સેન્ટરની શરૂઆત થતા ગ્રામીણ વિસ્તારોમાં રાહતના સમાચાર આવ્યા છે. મયુર શૈક્ષણિક સંકુલ ખાતે 100 બેડની વ્યવસ્થા સાથે હાલ 10 જેટલા ઓક્સિજન બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

 

નંદાણા ખાતે આવેલ વિશાળ મયુર શૈક્ષણિક સંકુલમાં મુરૂભાઈ કંડોરિયા અને કલ્યાણપુર તાલુકાના સામાજિક આગેવાનો સાથે મળી, અહીં 100 બેડની વ્યવસ્થા ઉભી કરાય છે અને હજુ જરૂર જણાશે તો બીજા 100 બેડની વ્યવસ્થા પણ અહીં ઉપલબ્ધ કરી દેવામાં આવશે. અહીં દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને રહેવા જમવાની વ્યવસ્થા પણ વિના મૂલ્યે રાખવામાં આવી છે, એક તરફ જ્યાં ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા દર્દીઓ પાસે ડોક્ટરો લૂંટી રહ્યા છે, ત્યારે બીજી તરફ આવી સામાજિક અગ્રણીઓની વિના મૂલ્યે સારવાર આપવાની પહેલ ખૂબ ઉમદા છે.

 

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અહીં સારી સુવિધા અપાઈ રહી છે. તંત્રને સાથે રાખી આરોગ્ય વિભાગની ટીમ પણ અહીં ખડેપગે સેવા આપી માનવતાની મહેક ફેલાવી રહ્યા છે. કલ્યાણપુર તેમજ દ્વારકા તાલુકાના ગામડાઓ માટે અહીં ખૂબ સુંદર વ્યવસ્થા રહેવા જમવા તેમજ દર્દીઓ માટે સ્પે.રૂમ અને સારા પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે.

 

કોરોના મહામારીમાં હાલ મોતનો આંકડો વધી રહ્યો છે તો બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં જગ્યા નથી, સરકારી હોસ્પિટલમાં બેડ નથી. ત્યારે આવી સંસ્થાઓની આ પહેલ માનવતાની મહેક ફેલાવી રહી છે. ત્યારે આ સંસ્થાની પહેલ શરૂ થતાં હાલ અહીં 28 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને ખૂબ સારી રીતે અહીં લોકોને સારવાર અપાઈ રહી છે.

 

કોરોનાની બીજી લહેરમાં રાહતના મોટા સમાચાર

કોરોનાની બીજે લહેરમાં રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે કે સંક્રમિત લોકોમાંથી 99 ટકા લોકો સાજા (Recover) થઈ રહ્યા છે. કોરોના વાઈરસની બીજી લહેર જ્યારથી દેશમાં આવી છે, ત્યારથી ભયંકર દૃશ્યો દેખાઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યો એવા છે, જ્યાં દરરોજ હજારો કેસ નોંધાય છે. ઓક્સિજનની અછતના કારણે પણ ઘણા લોકોના મૃત્યુ થયા છે. સોશિયલ મીડિયા, ટીવી ન્યુઝ, અખબારો, તમામ માધ્યમો કોરોનાના સમાચારોથી છલકાઈ ગયા છે. લોકો એકબીજાની મદદ કરીને એક દાખલો બેસાડી રહ્યા છે. આ બધા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.

 

આ પણ વાંચો: ગુજરાતિ લોકસાહિત્ય જગતમાં મોટી ખોટ પડી, પદ્મશ્રી કવિ દાદ (KAVI DAAD) નું નિધન થયું