DEVBHUMI DWARKA : જન્માષ્ટમી પર્વ પર દ્વારિકાનગરી રોશનીથી ઝળહળી ઉઠી, દ્વારિકાનાથના વધામણા માટે ભક્તો આતુર

|

Aug 30, 2021 | 6:17 PM

Krishna Janmotsav 2021 : સુર્યાસ્ત થતાની સાથે દ્વારકાનગરી રંગબેરગી લાઈટીંગથી ઝળહળી ઉઠે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા દ્વારાનગરીની સજાવટની કામગીરી કરવામાં આવેલ છે. જે માટે ખાસ સુરતની કંપનીને કામ સોંપવામાં આવ્યું છે.

DEVBHUMI DWARKA : જન્માષ્ટમી પર્વ પર દ્વારિકાનગરી  રોશનીથી ઝળહળી ઉઠી, દ્વારિકાનાથના વધામણા માટે ભક્તો આતુર
Dwarka decked up on the occasion of Janmashtami Krishana Janmotsav 2021

Follow us on

DEVBHUMI DWARKA : પવિત્ર યાત્રાધામ દ્વારકામાં કૃષ્ણજન્મોત્સવને ઉજવવા ભકતોમાં અનેરો ઉત્સાહ છે. તો તંત્ર દ્વારા પણ ભકતોની આ ઉજવણીમાં સામેલ થવા કોઈ કચાસ ન રહે તેવુ આયોજન અને તેની અમલવારી કરવામાં આવી છે. જીલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો દ્વારકાનગરીમાં જન્માષ્ટમી ઉત્સવને લઈને તમામ વિભાગો સાથે સંકલન કરીને કામ કરી રહી છે. દ્વારિકાનાથના વધામણા માટે ભક્તો આતુર છે અને સમગ્ર દ્વારિકાનગરીને રોશનીથી શણગારવામાં આવી છે.

રોશનીથી ઝળહળી ઉઠી દ્વારિકાનગરી
દ્વારિકાનગરીને દર વર્ષે જન્માષ્ટમી પર્વ દરમિયાન ખાસ રોશનીથી સજાવવામાં આવે છે. જેમાં મોટાભાગે મંદિર તથા આસપાસના વિસ્તારમાં લાઈટીંગથી સજાવટ કરવામાં આવે છે. આ વખતે પણ દ્વારિકાનગરીને રોશનીથી ઝળહળી રહી છે. મુખ્ય દ્વારકા જગતમંદિર થતા મંદિર પરીસરમા તો લાઈટીંગની સજાવટ છે , સાથે જ દ્વારકા પ્રવેશતા હાથીગેઈટ પાસે, કિર્તીસ્થંભ પાસે, ઈસ્કોન ગેઈટ, સુદામા સેતુ સહીતના વિસ્તારોમાં રોશનીથી સજાવટ કરવામાં આવી છે. સુર્યાસ્ત થતાની સાથે દ્વારકાનગરી રંગબેરગી લાઈટીંગથી ઝળહળી ઉઠે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા દ્વારાનગરીની સજાવટની કામગીરી કરવામાં આવેલ છે. જે માટે ખાસ સુરતની કંપનીને કામ સોંપવામાં આવ્યું છે.

કોરોનાની માર્ગદર્શિકા સાથે દર્શનાર્થીઓની સવલતોની કાળજી
કૃષ્ણજન્મોત્સવ (Krishana Janmahotsav 2021) ઉજવવા માટે દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભાવિકભકતો આવતા હોય છે. છઠ્ઠના દિવસે અંદાજે 50 હજારથી વધુ લોકો અને સાતમના દિવસે સવાલાખથી વધુ લોકોએ દ્રારકાધીશના દર્શન કર્યા. જે જન્માષ્ટમી પર્વ પર બમણી સંખ્યા થવાનુ અનુમાન છે. આ સાથે લોકોની ભીડ એકઠી ન થાય અને યાત્રિકોને અસુવિધા ના થાય તે માટે તમામ તબ્બકે કાળજી લેવામાં આવી છે. જેમાં બેરીકેટ સાથે મંદિરમાં આવવા તેમજ જવાનો રસ્તો અલગ રાખવામાં આવ્યો છે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

મંદિરમાં 200 લોકોને જ પ્રવેશ આપવામાં આવે, જેમ લોકો બહાર આવતા જાય તેમ અન્ય લોકોને પ્રવેશ આપવામાં આવે તે માટે 40 બ્લોક પોઈન્ટ બનાવ્યા છે. સાથે આ માર્ગ પર પાંચ મોટી એલઈડી સ્કીમ મુકવામાં આવી છે. જે કિર્તીસ્તંભથી સુદામા સેતુ સુધીના માર્ગમાં 4 અને 56 સીડી પાસે 1 એમ કુલ પાંચ સ્ક્રીન મુકવામાં આવી છે. આ બેરીકેટ અને બ્લોકોપોઈન્ટના કારણે ભકતોને મંદિરમાં દર્શન કરીને પરત આવતા અંદાજે 30 મીનીટનો સમય લાગે છે. ભકતોએ વ્યવસ્થાને વખાણી ખુશી વ્યકત કરી છે. સાથે ત્રણ અલગ-અલગ સ્થળે પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે. કોઈ માસ્ક વગર ન પ્રવેશે તે માટેની કાળજી લેવામાં આવે છે. જો માસ્ક ન હોય તો પોલિસ દ્વારા માસ્ક વિતરણ પણ કરવામાં આવે છે.

Next Article