પશ્ચિમ અમદાવાદમાં સફળતા બાદ હવે પૂર્વ અમદાવાદમાં ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ Rt PCR ટેસ્ટ શરૂ

|

Apr 18, 2021 | 11:47 AM

કાંકરીયા ફુટબોલ ગ્રાઉન્ડ ( Football ground) ખાતે કુલ 10 ટેન્ટ ઊભા કરાયા છે. આ ટેન્ટમાં ટેસ્ટ માટે આવનારને ઈ મેઈલ કે વોટ્સએપ ઉપર તેમના રિપોર્ટ મોકલવામાં આવશે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જીએમડીસી ગ્રાઉન્ડ ( GMDC Ground ) ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી લેબોરેટરીના સહયોગથી પીપીપી ( PPP) ધોરણે ડ્રાઈવ થ્રુ Rt PCR ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા. આ પધ્ધતિને મળેલ સફળતાને ધ્યાને લઈને હવે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાંકરીયા ફુટબોલ ગ્રાઉન્ડ ( Football ground) ખાતે પણ ડ્રાઈવ થ્રુ Rt PCR ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી લેબોરેટરી દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ ( Public-Private Partnership PPP) દ્વારા પશ્ચિમ અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે, રૂપિયા 800ના દરે ડ્રાઈવ થ્રુ Rt PCR ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેના સારી સફળતા મળતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ પધ્ધતિને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ પીપીપી ધોરણે શરૂ કરવાનું નક્કી કર્યું છે.

કાંકરીયા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે કુલ 10 ટેન્ટ ઊભા કરાયા છે. આ ટેન્ટમાં ટેસ્ટ માટે આવનારને ઈ મેઈલ કે વોટ્સએપ ઉપર તેમના રિપોર્ટ મોકલવામાં આવશે.

કાંકરીયા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે, કારની સાથેસાથે ટુ વ્હીલર ઉપર આવનારને પણ Rt PCR ટેસ્ટ કરી દેવામાં આવશે. આ પ્રકારની સવલત માટે ટેસ્ટ કરાવનાર પાસેથી રૂપિયા 800 વસુલવામાં આવશે.

Next Video