Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો, નવા 121 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 500ને પાર

|

Mar 17, 2023 | 8:02 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 17 માર્ચના રોજ કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યાએ 500ને પાર પહોંચી છે. એક્ટિવ કેસની સંખ્યા 521 થઈ છે.

Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો, નવા 121 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 500ને પાર
Gujarat Corona

Follow us on

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 17 માર્ચના રોજ કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યાએ 500ને પાર પહોંચી છે. એક્ટિવ કેસની સંખ્યા 521 થઈ છે. જેમાં અમદાવાદમાં 49, રાજકોટમાં 12, સુરતમાં 12, મહેસાણામાં 11, રાજકોટમાં જિલ્લામાં 07, સાબરકાંઠામાં 06, વડોદરામાં 04, ભાવનગરમાં 03, સુરત જિલ્લામાં 03, વલસાડમાં 03, બનાસકાંઠામાં 02, ભરૂચમાં 02, ગાંધીનગરમાં 02, સુરેન્દ્રનગરમાં 02, દાહોદમાં 01, નવસારીમાં 01 અને પોરબંદરમાં 01 કેસ નોંધાયો છે.

ગુજરાતમાં કોરોનાની સાથે સાથે H3N3 વાયરસનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્ય સરકારે આ વાયરસના ફેલાવાના રોકવા માટે પણ પગલાં લેવાનું શરૂ કર્યું છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો

ગુજરાતમાં પણ H3N2 વાયરસના કેસ ખૂબ જ વધ્યા છે. ત્યારે ડૉકટર્સે દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ પણ કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો.

આ પણ વાંચો : Gujarat Weather News: રાજ્યમાં હીટવેવની શક્યતાના પગલે ગાંધીનગરમાં બેઠકોનો દોર, શાળાના સમયમાં ફેરફાર સહિતના સૂચનો

 

Published On - 7:45 pm, Fri, 17 March 23

Next Article