Doctor on Strike: સમય અને સંજાગો પારખીને સરકારી હોસ્પિટલનાં 1700 તબીબ હડતાળ પર, આરોગ્યલક્ષી સેવા પ્રભાવિતની શક્યતા

|

May 07, 2021 | 8:03 AM

Doctor on Strike: કોરોનાકાળમાં સરકારની મુશ્કેલી વધી શકે છે. સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા 1700 સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી છે અને હડતાળનું હથિયાર ઉગામ્યું છે તબીબોની માગ છે કે તેઓને 2008થી બાકી રહેલી બઢતી અને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે.

મહત્વપૂર્ણ છે કે તબીબોએ પોતાની 15 જેટલી પડતર માગણીઓ સાથે સરકારને આવેદન આપ્યું છે જો માગ નહીં સંતોષાય તો તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તબીબો સરકાર સામે મોરચો માંડી ચૂક્યા છે પરંતુ આજદીન સુધી તબીબોને ઠાલા વચનો અને માત્ર હૈયાધારણા જ મળી છે ત્યારે આ વખતે તબીબો નમતું જોખે છે કે પછી સરકાર તેમને મનાવી લેવામાં સફળ થાય છે તે જોવું રહ્યું. જોકે તબીબોની હડતાળને પગલે મહામારી વચ્ચે આરોગ્યલક્ષી સેવાઓ પ્રભાવિત થાય તેવી શક્યતાઓ છે.

Next Video