DIU: કોરોના સંક્રમણ વધતા બિચ, ગાર્ડન અને બાગ-બગીચા પર પ્રતિબંધ, પ્રવાસીઓ થયા નારાજ

|

Mar 21, 2021 | 11:07 AM

કોરોનાનું સંક્રમણ વધતા પ્રવાસીઓની નારાજગી પણ સામે આવી છે. દમણ દીવ, દાદરા નગર હવેલી પ્રશાસને કોરોનાને નાથવા સખ્ત પગલા લીધા. દરિયાઈ બિચ, ગાર્ડન, બાગ બગીચા પર પ્રતિબંધ મુક્યો છે.

કોરોનાનું સંક્રમણ વધતા પ્રવાસીઓની નારાજગી પણ સામે આવી છે. દમણ દીવ, દાદરા નગર હવેલી પ્રશાસને કોરોનાને નાથવા સખ્ત પગલા લીધા. દરિયાઈ બિચ, ગાર્ડન, બાગ બગીચા પર પ્રતિબંધ મુક્યો છે. મહત્વનું છે કે દેશ વિદેશથી પ્રવાસીઓ નાગવાબિચની મુલાકાત લેવા આવતા હોય છે. જોકે કોવિડ-19ના નિયમોનું પાલન કરાવવા અને પર્યટોકેને બીચ પરથી હટાવતા પ્રવાસીઓમાં નીરાશા જોવા મળી છે.

મહત્વનું છે કે દીવમાં કોરોના પોઝિટિવના માત્ર 3 કેસ જ પોઝિટિવ નોંધાયા છે. જોકે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. દીવની મુલાકાત લેનાર પ્રવાસીઓએ 72 કલાક પહેલા કોરોનાનો રિપોર્ટ કઢાવવો જરૂરી છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને કારણે સ્ટોલધારકોની આવકમાં પણ મોટો ફટ્કો પડ્યો છે.

Next Video