સુરતીઓ દિલ સે.. હ્રદય ડોનેટ કરવામાં સુરતીઓ સૌથી આગળ, વાંચો કેટલા લોકોનાં હ્રદયમાં જીવે છે સુરતીઓ

|

Sep 29, 2020 | 11:31 AM

સુરતીઓની દિલદારી ખાવામાં હોય કે પછી દાન કરવામાં કે પછી કોઈને જીવન આપવાની વાત કેમ ન હોય સુરતીઓ હંમેશા દિલ સે રહે છે. આ જ કારણ છે કે સુરતીઓ હ્રદય ડોનેટ કરવામાં સૌથી આગળ છે અને એટલે જ અંગદાનને મહાદાન કહેવાયું છે. સુરતમાં આવા જ એક વ્યક્તિ છે જે છેલ્લા 15 વર્ષથી અંગદાનના આ ભગીરથ […]

સુરતીઓ દિલ સે.. હ્રદય ડોનેટ કરવામાં સુરતીઓ સૌથી આગળ, વાંચો કેટલા લોકોનાં હ્રદયમાં જીવે છે સુરતીઓ

Follow us on

સુરતીઓની દિલદારી ખાવામાં હોય કે પછી દાન કરવામાં કે પછી કોઈને જીવન આપવાની વાત કેમ ન હોય સુરતીઓ હંમેશા દિલ સે રહે છે. આ જ કારણ છે કે સુરતીઓ હ્રદય ડોનેટ કરવામાં સૌથી આગળ છે અને એટલે જ અંગદાનને મહાદાન કહેવાયું છે. સુરતમાં આવા જ એક વ્યક્તિ છે જે છેલ્લા 15 વર્ષથી અંગદાનના આ ભગીરથ કાર્ય માટે કામ કરી રહ્યા છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આજે વર્લ્ડ હાર્ટ ડે છે. ત્યારે સુરતના નિલેશ માંડલેવાળા જેઓ વર્ષ 2005થી સુરતમાં ડોનેટ લાઈફ નામની સંસ્થા ચલાવે છે. આજે તેમના વિશે વાત કર્યા વિના કેમ ચાલે ? કારણ કે છેલ્લા 15 વર્ષમાં તેમણે 759 લોકોને જીવનદાન આપ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિનું બ્રેઇન ડેડ એટલે કે નાનું મગજ કામ કરતું બંધ થઈ જાય ત્યારે તેવા વ્યક્તિના પરિવારને સમજાવીને તેમના અંગો ડોનેટ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. મૃત્યુ પછી વ્યક્તિના જીવિત રહેવાનો આ એકમાત્ર જ તો વિકલ્પ છે.

આજે જ્યારે વર્લ્ડ હાર્ટ ડે છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી 34 હૃદય ડોનેટ થયા છે જેમાં સૌથી વધુ 27 હૃદય સુરતથી ડોનેટ કરવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 2015માં 1, 2016માં 6, 2017માં 9, 2018માં 5, 2019માં 4 અને 2020માં 2 હૃદય ડોનેટ કરવામાં આવ્યા છે.

સૌથી સુખદ કિસ્સો યુક્રેનમાં રહેતી નતાલિયા ઓમેલચુકની છે. જેની 2017માં ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. અને તેને હૃદય આપ્યું હતું સુરતના બ્રેઇન ડેડ થયેલા રવિ દેવાણીએ. રવિ અને નતાલિયાના પરિવાર એકબીજાથી અજાણ હતા પણ હાર્ટ ડોનેટ કર્યા પછી ભલે તેઓ એકબીજાની ભાષા સમજતા નથી પણ તેમની વચ્ચે દિલનો સંબંધ જોડાઈ ગયો છે.

એજ પ્રમાણે ડોનેટ લાઈફ દ્વારા 5 સપ્ટેમ્બર 2017 ના દિવસે સોમનાથ નામના ૧૪ મહિનાના બ્રેનડેડ બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું હતું સોમનાથ નું હૃદય સાડા ત્રણ વર્ષની આરાધ્યા મુલે નામની મુંબઈની બાળકીમાં ડો. અન્વય મુલે દ્વારા કરવામાં આવ્યું હતું. આરાધ્યના હૃદયના ટ્રાન્સપ્લાન્ટને ત્રણ વર્ષ પુરા થયા છે. આરાધ્યને તેના તંદુરસ્ત આયુષ્ય માટે ડોનેટ લાઈફ શુભકામનાઓ પાઠવે છે તેમજ સ્વ. સોમનાથના પરિવારને નતમસ્તક વંદન કરે છે.

દેશમાં એક વર્ષમાં અંદાજે 5 લાખ લોકો અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. ત્યારે આજે પણ લોકો અવયવો ન મળતા મૃત્યુ પામી રહ્યા છે. અંદાજે 1 લાખ લોકો બ્રેઇનડેડ થઈને મૃત્યુ પામે છે પણ અંગદાનની જાગૃતિ ન હોવાના કારણે ભારતમાં ફક્ત 1% જ અંગદાન થઈ રહ્યું છે. ત્યારે આવો એક પ્રણ લઈએ કે જયારે કોઈ વ્યક્તિ બ્રેનડેડ થાય ત્યારે તેના અંગોનું દાન કરાવીને ઓર્ગન ડોનેટ કરીને દર્દીઓને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાઈએ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article