Rajkot : ધોરાજી સિવિલ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ભરચક, તંત્રના લમણે પરસેવો

|

Apr 14, 2021 | 7:28 PM

સ્થિતિની ગંભીરતાને જોતાં ધોરાજી ડેપ્યુટી કલેકટરએ પોલીસ, મામલતદાર, ટીડીઓ અને ચીફ ઓફિસરની ટીમ બનાવી કડક કાર્યવાહીના આપ્યા આદેશ આપ્યા છે

ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પણ તમામ બેડ હાઉસફૂલ થઈ ગયા છે. જેને લઈને તંત્રની ચિંતા વધી ગઈ છે. તાજા અહેવાલો પ્રમાણે ધોરાજીમાં છેલ્લા 24 કલાકમાં 155 નવા કેસ નોંધાયા છે અને સતત આંકડાઓ વધી રહયા છે. સ્થિતિની ગંભીરતાને જોતાં ધોરાજી ડેપ્યુટી કલેકટરએ પોલીસ, મામલતદાર, ટીડીઓ અને ચીફ ઓફિસરની ટીમ બનાવી કડક કાર્યવાહીના આપ્યા આદેશ આપ્યા છે જેને લઈને તંત્ર પણ જાણે એક્શન મોડમાં આવી ગયું હોય તેમ જાહેરનામનો ભંગ કરનાર અને માસ્ક વગર રસ્તે નીકળનાર પર દંડાત્મક કાર્યવાહી કરી કરી રહ્યું છે. વધતાં જતાં કોરોનાના ગ્રાફને લઈને સિવિલ હોસ્પિટલમાં પણ વહેલી સવારથી કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકો ઉમટી પડ્યા છે. સામાન્ય શરદી ઉધરસના લક્ષણો દેખાતા હોય તો પણ લોકો હળવાશથી ન લેતા તરત જ ટેસ્ટ કરાવીને કોરોના છે કે નહીં તેની ચોકસાઇ કરી લેતા હોય છે. તમામ હોસ્પિટલો હાઉસ ફૂલ થતાં ધોરાજી અને આસપાસમાં વિસ્તારમાંથી આવતા કોરોનાના દર્દીઓને રાજકોટ, જૂનાગઢ જેવા મોટા શહેરોની હોસ્પિટલોમાં રવાના કરી રહ્યા છે.

 

 

રાજયમાં કોરોનાની સ્થિતિ

રાજ્યમાં 13 એપ્રિલે કોરોના અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કેસ અને મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 5 એપ્રિલે 3160 નવા કેસ સામે આવ્યાં બાદ 6 એપ્રિલે 3280, 7 એપ્રિલે 3575 કેસ આવ્યાં બાદ 8 એપ્રિલે 4021 કેસ, 9 એપ્રિલે 4541 કેસ, 10 એપ્રિલે 5011, 11 એપ્રિલે 5469 કેસ, 12 એપ્રિલે 6021 કેસ આવ્યા બાદ આજે 13 એપ્રિલે તમામ રેકોર્ડ સાથે નવા કેસ, એક્ટીવ કેસ અને મૃત્યુ નોંધાયા છે.

6690 કેસ, 67 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં  13 અપ્રિલ  છેલ્લા પ્રમાણે  24 કલાકમાં Coronaના નવા 6690 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 67 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 23, સુરતમાં 25 (3 મૃત્યુ જિલ્લામાં),રાજકોટમાં 7( 2 મૃત્યુ જિલ્લામાં),વડોદરામાં 4, બનાસકાંઠામાં 2, આણંદ-ભરૂચ-છોટાઉદેપુર-સાબરકાંઠા-ગાંધીનગર-જુનાગઢમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,922 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,60,206 થઇ છે.

એક્ટીવ કેસ વધીને 34,555 થયા
રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 12 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 30,680 એક્ટીવ કેસ હતા, જે આજે 13 એપ્રિલે વધીને 34,555 થયા છે.જેમાં 221 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 34,334 લોકોની સારવાર ચાલી રહી છે.

Next Video