DHORAJI : પ્રતિકૂળ વાતાવરણને કારણે ખેડૂતોને મોટો ફટકો, ડુંગળીના પાકને વ્યાપક નુકસાન

|

Mar 13, 2021 | 7:33 PM

DHORAJI : રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને મોટો ફટકો લાગ્યો છે. ખરીફ પાક અને રવિ પાક નિષ્ફળ જતા ધોરાજીના ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું.

DHORAJI : રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને મોટો ફટકો લાગ્યો છે. ખરીફ પાક અને રવિ પાક નિષ્ફળ જતા ધોરાજીના ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ પ્રતિકૂળ વાતાવરણના કારણે તેમા પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એક ખેડૂતે તો 6 વીઘા જમીનમાં નાસિકની ડુંગળીનું વાવેતર કર્યું હતું. જેમા અંદાજે સાડા ત્રણ લાખથી વધુનો ખર્ચ પણ કર્યો. પરંતુ સવારે ધુમ્મસભર્યા વાતાવરણ અને બપોરે તડકાના કારણે ડુંગળીના ઉભા પાકમાં થીપસ અને સુકારો રોગ આવી ગયો. જોકે દવાનો છંટકાવ કરવા છતા ખેડૂતે નુકસાની ભોગવવી પડી રહી છે.

 

Next Video