દરિયામાં માછીમારને સાપ કરડતા જીવ જોખમાયો, કોસ્ટગાર્ડ મદદે આવતા માછીમારનો જીવ બચ્યો

|

Dec 25, 2021 | 4:20 PM

Indian Coast Guard : આ પહેલા 12 ડિસેમ્બરે પણ આવી જ ઘટના ઘટી હતી અને ત્યારે પણ ભારતીય કોસ્ટગાર્ડની મદદથી માછીમારનો જીવ બચી ગયો હતો.

દરિયામાં માછીમારને સાપ કરડતા જીવ જોખમાયો, કોસ્ટગાર્ડ મદદે આવતા માછીમારનો જીવ બચ્યો
Snake bites fisherman in sea near Devbhumi Dwarka, Indian Coast Guard rescues fisherman

Follow us on

DEVBHUMI DWARKA : ભારતીય તટરક્ષક દળની ઇન્ટરસેપ્ટર બોટ C-152ને 23 ડિસેમ્બર 2021ના રોજ સમુદ્રમાં એક માછીમારી હોડીના મુખ્ય માછીમારને સાપ કરડ્યો હોવાનો સંદેશો પ્રાપ્ત થતા જ તેમણે ભારતીય માછીમારી હોડી ‘રુતિકા’માંથી માછીમારને બચાવ્યો હતો. આ જહાજ ઓપરેશનલ નિયુક્તિ પર હતું ત્યારે મદદ માટે સંદેશો મળતા માછીમારને બચાવવા માટે ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું.

દ્વારકાથી દક્ષિણ પશ્ચિમ દિશામાં 17 નોટિકલ માઇલ દૂર સમુદ્રમાં હોડીના મુખ્ય માછીમારને માછલી પકડવાની જાળ ખેંચતી વખતે સાપે ડંખ માર્યો હતો. દર્દી તેમજ અન્ય એક ક્રૂ મેમ્બરને હોડીમાંથી બહાર લાવવામાં આવ્યા હતા અને તેમને તટરક્ષક દળના જહાજ C-152 પર લાવવામાં આવ્યા હતા. દર્દીને જહાજમાં જ પ્રાથમિક સારવાર અને પ્રારંભિક તબીબી સારવાર આપવામાં આવી હતી.

બાદમાં દર્દીને વધુ તબીબી સારવાર માટે ઓખા બંદર ખાતે લઇ જવામાં આવ્યો હતો અને તેની સ્થિતિ સ્થિર થયા બાદ દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દર્દીની સ્થિતિ સ્થિર હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. લગભગ એક મહિના પહેલાં બનેલી આવી જ અન્ય એક ઘટનામાં, ભારતીય તટરક્ષક દળે વાડીનારના માછીમારને સહાયતા પહોંચાડી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉલ્લેખનીય છે કે આ પહેલા 12 ડિસેમ્બરે પણ આવી જ ઘટના ઘટી હતી અને ત્યારે પણ ભારતીય કોસ્ટગાર્ડની મદદથી માછીમારનો જીવ બચી ગયો હતો.

ભારતીય તટરક્ષક દળ સ્ટેશન, વેરાવળ દ્વારા 12 ડિસેમ્બર 2021ના રોજ ઝડપથી ઓપરેશનનું સંકલન કરીને તટરક્ષક દળ જહાજ (C-143)ની મદદથી વેરાવળથી દક્ષિણ પશ્ચિમ દિશામાં 54 NM દૂર સમુદ્રમાં IFB બદ્રિકા નામની માછીમારીની હોડીમાં માછીમારીની જાળી ખેંચતી વખતે સાપના ડંખથી ઇજાગ્રસ્ત થયેલા હોડીના માસ્ટરને બચાવી લેવામાં આવ્યો હતો.

ઉપરોક્ત ઉલ્લેખિત માછીમારને બચાવવા માટે C-143 ને તેની પરિચાલન નિયુક્તિ પરથી ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું અને દર્દીને સમુદ્રી પોલીસ બોટમાં પહોંચાડ્યા બાદ આ જહાજ ફરી નિયમિત પરિચાલનમાં જોડાઇ ગયું હતું.

આ દર્દી અને તેમની સાથે રહેલા અન્ય એક સાથીને તટરક્ષક દળના જહાજ પર લાવવામાં આવ્યા છે અને દર્દીને પ્રારંભિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી. દર્દીને વધુ તબીબી સારવાર માટે વેરાવળ લઇ જવામાં આવ્યો હતો અને તેની સ્થિતિ સ્થિર થયા પછી વધુ સારવાર માટે સર્વિસ એમ્બ્યુલન્સ દ્વારા વેરાવળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Sainik School Recruitment 2022: સૈનિક સ્કૂલમાં ઘણી જગ્યાઓ માટે ભરતી, 10 પાસ પણ કરી શકે અરજી

આ પણ વાંચો : India-South Africa Relations: કોરોના સંકટ હોવા છતાં 2021માં દક્ષિણ આફ્રિકા સાથેના સંબંધો થયા મજબૂત, ભારતે સતત કરી મદદ

Published On - 4:19 pm, Sat, 25 December 21

Next Article