Dwarka: આવતીકાલથી શ્રદ્ધાળુઓ કરી શકશે દ્વારકાધીશના દર્શન, એકસાથે 50 શ્રદ્ધાળુઓને આપવામાં આવશે પ્રવેશ

|

Jun 10, 2021 | 1:43 PM

દ્વારકાનું પ્રસિદ્ધ જગત મંદિર આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. દર્શન માટે 50 શ્રદ્ધાળુઓને એકસાથે મંદિરમાં પ્રવેશ અપાશે.

આખરે દ્વારકાધીશના ભક્તો (Devotees) માટે આવી ગઈ દર્શનની શુભ ઘડી. આવતીકાલથી કૃષ્ણભક્તો દ્વારકાધીશના દર્શન કરી શકશે. દ્વારકાનું પ્રસિદ્ધ જગત મંદિર આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. દર્શન માટે 50 શ્રદ્ધાળુઓને એકસાથે મંદિરમાં પ્રવેશ અપાશે. આ સમયે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું અને માસ્ક પહેરી રાખવું આવશ્યક છે.

શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનનો લાભ તો લઈ શકશે પણ આરતીનો લાભ નહીં લઈ શકે. મંદિરની પરિક્રમા પણ ભક્તો માટે બંધ રાખવામાં આવી છે. મંદિરમાં નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

આ પહેલા દ્વારકાધીશ મંદિરમાં ધજા ચડાવવા ઇચ્છતા ભક્તો માટે પણ રાહતના સમાચાર આવ્યા હતા. ધજા ચડાવવા આવતા ભક્તોને 25 ની મર્યાદામાં પ્રવેશ આપવાની છૂટ અપાઈ હતી. કોરોનાનું સંક્રમણ ઘટતા ધજા ચડાવવા અંગે રાહત અપાઇ હતી. અગાઉ ધજા ચડાવવા માટે માત્ર 10 લોકોની છૂટ હતી.

Next Video